આ બિઝનેસમાં હાથ અજમાવો એકવાર જામી ગયા તો લાઈફ સેટ જો તમે નોકરીથી કંટાલી ગયા હોવ, તો નોકરી સાથે-સાથે એક્સ્ટ્રા આવક માટે કંઈક કરવા માંગતા હોવ, તો તમે અહીં જણાવેલા બિઝનેસ આઈડિયા પર કામ કરી શકો છો. જો તમે ગૃહિણી છો અને ઘરની અર્થવ્યવસ્થામાં તમારું સક્રિય યોગદાન આપવા માંગો છો, તો આ બિઝનેસ તમારા માટે એકદમ બેસ્ટ છે.
ડાંસ મ્યુઝિક ક્લાસ
આ બિઝનેસમાં હાથ અજમાવો એકવાર જામી ગયા તો લાઈફ સેટ જો તમે સંગીન, ડાન્સ કે ઈન્સ્ટ્રૂમેન્ટ વગાડવામાં નિપુણ હોવ તો આરામથી ઘરે બેસી સારી કમાણી કરી શકો છો. તમે તમારા ઘરમાં ડાન્સ તેમજ મ્યુઝિક ક્લાસિસની શરૂઆત કરી શકો છો. આજકાલ-માતાપિતા તેમના બાળકોને શિક્ષાની સાથે-સાથે અન્ય ક્ષેત્રોમાં પણ આગળ વધતા જોવા માંગે છે, એટલા માટે તેમને મ્યૂઝિક-ડાન્સની પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. એવામાં તમે આ ટ્રેન્ડનો લાભ ઉઠાવી શકો છો.
બુટિક અને ટેલરિંગ બિઝનેસઃ
બુટિક અને ટેલરિંગ બિઝનેસઃ આ કામ મહિલાઓ માટે શ્રેષ્ઠ છે પરંતુ એવું નથી કે માત્ર મહિલાઓએ જ કરવું જોઈએ. અનેક વિસ્તારોમાં તમને મોટા ભાગના દરજી પુરુષો જોવા મળે છે. જો કે, તમારે ટેલરિંગ બિઝનેસ માટે વધારે રોકાણ કરવાની જરૂર નથી. તમારે દુકાન ભાડે લેવાની પણ જરૂર નથી. આ કામ તમે ઘરે બેઠા મશીનથી શરૂ કરી શકો છો. (C)
કેટરિંગ તેમજ ફૂડનો બિઝનેસ
કેટરિંગ તેમજ ફૂડનો બિઝનેસ- જો તમે કોઈ એવા વિસ્તારમાં રહો છો, જ્યાં કોચિંગ સેન્ટર કે કોલેજ છે, તો ત્યાં કેન્ટીનનો બિઝનેસ કરીને સારી કમાણી કરી શકો છો. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ, લગ્ન અને પાર્ટીઓમાં પણ તમે નાના સ્તર પર કેટરિંગનું કામ શરૂ કરી શકો છો અને સારા રૂપિયા કમાઈ શકો છો.
બેકરી
આ બિઝનેસમાં તમને થોડું રોકાણ કરવું પડી શકે છે. આજકાલ દરેક જગ્યાએ બેકરીની માંગ છે, પરંતુ તેના માટે મૂડીની જરૂર હોય છે. તમે ઘરેથી આ કામ શરૂ કરી સકો છો, પરંતુ થોડા સમય પછી તમારે બજારમાં દુકાન ખોલવી પડશે જેથી તમારે બિઝનેસ આગળ વધે.
ક્રિએટિવ કાર્ડ મેકિંગ
ક્રિએટિવ કાર્ડ મેકિંગ- લગ્ન, પાર્ટીઓ કે અન્ય કોઈ પ્રસંગ માટે લોકોને કાર્ડસની જરૂર પડે છે. જો તમે સારા ક્રિએટિવ કાર્ડ બનાવીને વેચવાનું શરૂ કરશો, તો તેનાથી તમને સારી કમાણી થઈ શકે છે. જો કે, તેના માટે તમારા હાથ આર્ટ એન્ડ ક્રાફ્ટમાં સારા હોવા જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…….