Abhayam News
AbhayamGujaratLaws

એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ 

સાઈબર ફ્રોડના કેસ આજકાલ ખૂબ જ વધી રહ્યા છે. એવામાં તમારી એક ભૂલ પણ તમને કંગાલ બનાવી શકે છે. માટે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે.

  • સતત વધી રહ્યા છે સાઈબર ફ્રોડના કેસ 
  • લોકોના ખાતામાંથી ઉપડી રહ્યા છે લાખો રૂપિયા 
  • એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ

હાલ વધી રહ્યા છે આંકડા 
2023 નાણાકીય વર્ષમાં આ આંકડા 2537 કરોડ પર પહોંચી ગયા છે. જેમાં 9926 કેસ ડિજિટલ લોન એપથી સંબંધિત છે. આ ડેટા ઓનલાઈન રિપોર્ટ્સથી લેવામાં આવ્યો છે. આજે અમે કંઈક એવા જ નકલી લોન સ્કેમ અને તેનાથી બચાવની રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમાં પહેલો કેસ લોન ફીનો છે.

લોકોના ખાતામાંથી ઉપડી રહ્યા છે લાખો રૂપિયા 

પ્રોસેસિંગ માટે રૂપિયા 
સ્કેમર્સ લોકોને ઓછા ઈન્ટરેસ્ટ રેટ્સ પર લોન આપવાનો વાયદો કરે છે. ત્યાર બાદ પ્રોસેસિંગના ભાગ રૂપે એમાઉન્ટ માંગે છે. ત્યારે સ્કેમર્સ મોટા એમાઉન્ટની ડિમાન્ડ કરે છે. જ્યારે અમુક સ્કેમર્સ અલગ અલગ હપ્તામાં પૈસા લે છે.

ફેક લોન ઓફર 
સ્કેમર્સ ઘણી વખત લોકોને નકલી લોનની પણ ઓફર આપે છે. આ ઓફર ઈમેલ, ટેક્સ્ટ અને ફોન કોલ દ્વારા પણ મોકલવામાં આવે છે. તેમાં તે નિર્દોષ લોકોની સેન્સિટિવ માહિતી લઈલે છે. 

આવી ઓફર્સથી સાવધાન 
ઈમેલ, ટેક્સ્ટ અને ફોન કોલ પર આવનાર કોઈ પણ ઓફર્સ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. લોન કે કોઈ પણ ઓફર્સની ડિટેલ્સ જાણવા માટે રૂબરૂ મુલાકાત લો.

cyber crime

એક નાનકડી ભૂલ તમને બનાવી શકે છે કંગાલ

ગેરેન્ટી લોન સ્કેમથી બચો 
હંમેશા ગેરેન્ટી જેવી ઓફર્સથી બચીને રહેવું જોઈએ. ઘણા લોકો ક્રેડિટ સ્કોર જોયા વગર જ લોન આપવાની ગેરેન્ટી આપે છે. તેનું નુકસાન યુઝર્સને ઉઠાવવું પડી શકે છે. મોટી બેંકો ક્યારેય પણ આમ નથી કરતી. 

ડોક્યુમેન્ટ્સનું રાખો ધ્યાન 
ઘણા લોકો નિર્દોષ લોકોનો ફાયદો ઉઠાવીને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી બીજી કોઈ લોન કરાવી દે છે. એવું કરવાથી તમને ભારે નુકસાન થઈ શકે છે. તેના માટે તમે Cibil Report પણ ચેક કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

સોમનાથ મંદિર પછીનું સૌથી મોટું શિવલિંગ

Vivek Radadiya

જાણો:-હાર્દિક પટેલ એ રાજ્યના CM માટે કહ્યું કે…

Abhayam

જાણો જલ્દી:-ST વિભાગનો મહત્ત્વનો નિર્ણય..

Abhayam

1 comment

Comments are closed.