Abhayam News
AbhayamNews

આમ આદમી પાર્ટીના આ 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા…

સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કોર્પોરેટરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે તમામ કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

ભાજપના આગેવાનો દ્વારા પણ આમ આદમી પાર્ટી સુરતના પાંચ કોર્પોરેટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જે કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે તેમાં વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ઋતા કકડીયા, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ભાવના સોલંકી, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલીયા, વોર્ડ નંબર 8ના કોર્પોરેટર જયોતિકા સોલંકી અને વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મનીષા કુકડીયાનો સમાવેશ થાય છે. તમામ કોર્પોરેટરોએ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, રાજ્યના ગ્રુહમંત્રી હર્ષ સંઘવી અને ઋત્વિજ પટેલ જ હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

મહત્ત્વની વાત છે કે, અગાઉ વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વિજય સુવાળાએ ભાજપમાં જોડાયા બાદ નિવેદન કર્યું હતું કે, વિશ્વની સૌથી મોટી પાર્ટી છે.

તે પહેલા પણ ભાજપ સાથે હતા અને હવે ભાજપની સાથે જ રહેશે, સાથે વિજય સુવાળાએ એવું નિવેદન આપ્યું હતું કે, તેની ત્રણ પેઢી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલી છે.

વિજય સુવાળા બાદ આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી સામાજિક કાર્યોમાં સમય આપી ન શકવાના કારણે આમ આદમી પાર્ટી છોડતા હોવાનું તેમને જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટી સુરતના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થયું છે. 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ હતા અન્ય આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ પલટો કરનાર કોર્પોરેટર પર આક્ષેપ કરી રહ્યા છે કે, ચૂંટણીમાં જેના માટે મત માગ્યા હતા તે ગદ્દારી કરીને વેચાઈ ગયા છે. જો આવું જ ચાલશે તો બીજી વખત તેમનો વિશ્વાસ કોણ કરશે.

ત્યારે ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને એક પછી એક ફટકાઓ પડી રહ્યા છે. તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, આમ આદમી પાર્ટીમાંથી હજુ પણ કેટલાક કોર્પોરેટરો ભાજપની સાથે જોડાઈ શકે છે.

ત્યારે હવે જોવાનું એ રહે છે કે, આમ આદમી પાર્ટીમાં થતા ભંગાણને રોકવા માટે પ્રદેશના નેતાઓ શું કામગીરી કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

8 વર્ષનો બાળક કરોડપતિ બનતા-બનતા રહી ગયો

Vivek Radadiya

રાજકોટ લોકસભાની ટિકિટ નવા ચહેરાને મળશે?

Vivek Radadiya

ગુજરાતના મહત્વના ચાર પ્રોજેક્ટ પર ચર્ચા

Vivek Radadiya

13 comments

Comments are closed.