સામાજિક સેવાની નોંધ લઈને નાગરિક સન્માન મેળવનાર પદ્મશ્રીથી સન્માનિક સુરતના જાણીતા ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાને એના પરિવારજનોએ સરપ્રાઈઝ આપી છે. જેમાં પરિવારજનોએ એને ગિફ્ટમાં રૂ.50 કરોડનું હેલિકોપ્ટર આપ્યું છે. સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી સન્માન કેન્દ્ર સરકાર તરફથી મળ્યું છું. એ સમયે એના પરિવારે સુરતમાં એક સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન કર્યું હતું.

માત્ર સરકારે નહીં એના પરિવારે પણ એમને સન્માનિત કર્યા છે.તા.1 ફેબ્રુઆરીના દિવસે મુંબઈમાં એમના નાના ભાઈ ધનશ્યામ, તુલસીભાઈ અને મોટાભાઈ હિંમતભાઈ તથા પરિવારની આઠ દીકરીઓએ સાથે મળીને એક પાર્ટી કરી હતી.
જેમાં હેલિકોપ્ટર ગિફ્ટમાં આપવાનું નક્કી થયું હતું. સવજીભાઈના ભાઈ તુલસીભાઈએ કહ્યું કે, સવજીભાઈને ગિફ્ટ આપવા માટે અમારા પરિવારે ઘણો વિચાર કર્યો. પછી વિચાર્યું કે, પરિવારના મોભીને શું ભેટ આપવી? લાંબી વિચારણા બાદ એવો નિર્ણય કરાયો કે સૌથી કિંમતી વસ્તુ સમય છે.
સમય બચે અને જ્યાં જવું હોય ત્યાં તે જઈ શકે એના કામ સમયસર થઈ શકે એ વધારે જરૂરી છે. વધારે સમય એનો સમાજસેવામાં તેઓ વાપરી શકે એ માટે હેલિકોપ્ટર ગિફ્ટમાં આપવાનો નિર્ણય કર્યો.

આ માટે અમે ઘણી બધી એજન્સીઓનો સંપર્ક કર્યો. આ એક સરપ્રાઈઝ હતી એટલે સવજીભાઈથી આ વાત છુપાવવી મહત્ત્વની હતી.
બીજી બાજું ડિલ નક્કી થયા બાદ હેલિકોપ્ટર ઝડપથી મળી જાય એ માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા. છતાં ડિલિવરી મળતા એક મહિના જેટલો સમય લાગશે એવું જાણવા મળ્યું. સવજી ધોળકિયાએ કહ્યું કે, આ મારા પરિવારની ખુશાલી છે.
એક પરિવારની ભાવના આટલી મોટી હોય એટલે મારા માટે બધુ આવી ગયું. સ્વર્ગ પણ અહીં જ આવી ગયું. ભાઈને જ્યારે પૈસા મળે, ભાઈને જ્યારે ઈજ્જત મળે તથા ભાઈને આટલું મોટું સન્માન મળે તો પરિવાર જ્યારે ખુશ થાય ત્યારે સમજવાનું કે, એ જ ઘર મંદિર છે.
મારા માટે તો આ જ સ્વર્ગ છે. હું હેલિકોપ્ટરનો માણસ પણ નથી, ગ્રાઉન્ડ લેવલ પર રહેવાવાળો અને દેવાવાળો માણસ છું.પહેલી વાર મને ગિફ્ટ મળી છે.
ડીલ ફાઈનલ ન થાય ત્યાં સુધી આ વાત સવજીભાઈ સુધી ન પહોંચે એની તકેદારી રાખવાની હતી. એજન્સી પાસેથી પણ ઘણી સાવચેતીથી ભાવ લીધા. કોઈ એજન્સી એનો સીધો સંપર્ક ન કરી શકે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. જો તેને સીધી વાત કરે તો સસ્પેન્સ ખુલી જાય. એટલે દરેક વાત ખૂબ જ સાવધાની પૂર્વક કરાઈ.
તેમણે કહ્યું કે, હું સ્વીકારૂ છું પણ સ્વીકારી શકું એમ નથી. કારણ કે હું તો દેવા વાળી વ્યક્તિ છું. જે પોસ્ટ કે પૈસા મળ્યા છે એ સમાજ માટે ઉપયોગી થવા જોઈએ. કુદરતે મૂકેલો ભરોસો છે.
એનો સમાજ તથા લોકો માટે ઉપયોગ કરો. હું માનું છું કે, મારી જવાબદારી વધે છે. હજું પણ જવાબદારી પૂર્વક કામ કરવું છે. દેશે મૂકેલો ભરોસો, પરિવારે મૂકેલો ભરોસો, ભગવાને કરેલો વિશ્વાસ હું તોડીશ નહીં.
આખા ગુજરાત લેવલે કેવી રીતે કામ થઈ શકે જ્યાં જ્યારે પણ સહકાર જરૂર હશે પાણીથી લઈને રીસોર્સ હશે ત્યાં ભરપુર પાણી બચાવવા માટે પ્રયાસ કરીશ.પાણી બચાવવો મારો સંકલ્પ છે. પાણી માટે રાષ્ટ્રએ મને પ્રમોશન આપ્યું છે. પાણી માટે હજું વધારે કામ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…