અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામ વર્ણી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામની બનેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ કરવાની હતી. જાણવા મળ્યું છે કે, શ્યામ વર્ણની બે મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી ગર્ભગૃહમાં ઘેરા રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભગવાન શ્રી રામ શ્યામ રંગના હતા, તેથી આ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સત્યેન્દ્ર દાસે સંકેત આપ્યા હતાં
શુક્રવારે રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે એક નિવેદનમાં ભગવાન શ્રી રામની શ્યામ વર્ણી મૂર્તિ સ્થાપિત કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે એવી મૂર્તિને પ્રાર્થના કરીએ છીએ જેનો રંગ શ્યામ છે. કારણ કે આપણા ભગવાન શ્યામ રંગનો છે.
અયોધ્યામાં ત્રણ મૂર્તિમાંથી આ મૂર્તિ કરાઇ ફાઇનલ
22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ માટે અનેક ધર્મગુરુઓ અને અનેક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પણ ભાગ લેશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી.
ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને લઈને શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિમાની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક સમય મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ભગવાન રામને પ્રતિબિંબિત કરતી 51 ઇંચની ઉંચી પ્રતિમાને ત્રણ ડિઝાઇનમાંથી એક પસંદ કરવાની અને જેમાં શ્રેષ્ઠ દિવ્યતા અને બાળક સ્વરૂપની મૂર્તિ પસંદ કરાશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે
1 comment
Comments are closed.