Abhayam News
AbhayamNews

થિંક ટેન્કનો દાવો:-મંગળ પર બનશે મેગાસિટી NUWA જ્યાં અઢી લાખ લોકો રહેશે..

દુનિયાના ઘણા તાકતવર દેશો મંગળ ગ્રહ પર જીવનના પુરાવા શોધી રહ્યા છે. જીવવા લાયક માહોલ પર રિસર્ચ કરી રહ્યા છે. એવામાં ABIBOO Studios અને SONet નામની સાયન્ટિફિક થિંક ટેન્ક સંસ્થાના પ્રમુખ અને એસ્ટ્રોફિજિસિસ્ટ ગિલેમ અંગલાડાએ કહ્યું છે કે, મંગળ ગ્રહ પર મેગાસિટી NUWA બનશે. અહીં આશરે 2.50 લાખ લોકો રહી શકશે. તે મંગળ ગ્રહ પર કોઈ પહાડ પર આવેલા ક્લિફ પર બનાવવામાં આવશે. તેની ઉર્જીની જરૂરિયાત આ શહેર જાતે પૂરી કરશે. થિંક ટેન્કે જણાવ્યું છે કે, તે મંગળ પર ક્યાં હશે. ગિલેમ અંગલાડાએ કહ્યું કે, મેગાસિટી NUWA મંગળ ગ્રહના ટેંપે મેંસા ક્લિફ પર બનાવવામાં આવશે. આ ક્લિફ 3000 ફૂટ લાંબો છે. આ ક્લિફની પસંદગી આંતરરાષ્ટ્રીય સંસ્થા ધ માર્સ સોસાયટીએ 2020માં કરી હતી. કારણ કે અહીં શહેર વસાવવું સરળ હશે. અહીં પ્રકાશ અને અંધારાની માત્રા પણ માણસના જીવનને અનુરૂપ મળે છે.

માર્સ મેગાસિટી NUWAમાં બેથી અઢી લાખ લોકો રહી શકશે. થિંક ટેન્કે કહ્યું કે, મંગળ ગ્રહના ઉત્તરમાં અબાલોસ શહેર વસાવવામાં આવશે. જે મંગળ ગ્રહના નોર્થ પોલથી બરફ કાઢીને તેનો ઉપયોગ પાણી જેવી અન્ય જરૂરી વસ્તુઓના નિર્માણ માટે કામ કરશે. જ્યારે મેરીનેરિસ શહેર મંગળ ગ્રહની સૌથી મોટી ખીણ વેલેસ મેરિનેરિસમાં બનાવવામાં આવશે. અલ્ફ્રેડોએ કહ્યું કે, NUWA શહેર એક કલ્પનાને પૂર્ણ કરવા જેવું હશે. કારણ કે ત્યાં સાયન્સ અને એન્જિનિયરીંગનો અદ્ભુત સમન્વય હશે. કારણ કે માણસો માટે રહેવાલાયક ઘર બનાવવા જેમાં ઓક્સિજન માસ્ક હટાવીને આરામથી શ્વાસ લઈ શકાય, આવા ઘરોને બનાવવા અને ઓક્સિજનની સપ્લાઈ પહોંચાડવામાં ખૂબ જ ટેકનિક અને મહેનત લાગશે. આ અગાઉ મંગળ ગ્રહ સુધી સ્ટ્રક્ચર તૈયાર કરવા માટે જરૂરી યંત્રો અને ઉપકરણોને પહોંચાડવા પણ મુશ્કેલ કાર્ય છે.

ABIBOOના સંસ્થાપક અને ચીફ આર્કિટેક્ટ અલ્ફ્રેડો મુનોજ અને તેમની ટીમે ટેંપે મેંસા ક્લિફના આકારને લઈને તેના પર શહેરની ડિઝાઈ તૈયાર કરી છે. NUWA શહેરનો ડિજિટલ નકશો ખૂબ જ સુંદર અને અત્યાધુનિક છે. તેમાં શહેરી પાર્ક છે. હાડ્રોપોનિક બગીચા છે. ABIBOOની ટીમનું માનવું છે કે, મંગળ ગ્રહ પર શહેરના નિર્માણનું કાર્ય વર્ષ 2054માં શરૂ થઈ જશે. વર્ષ 2100 સુધી માણસ મંગળ ગ્રહ પર જઈને રહી શકશે. થિંક ટેન્કના સ્ટડી રિપોર્ટ અનુસાર, અહીં NUWAની આસપાસ પાંચ શહેર બનાવવામાં આવશે. NUWA તેની રાજધાની હશે.

અલ્ફ્રેડોએ જણાવ્યું કે, આ તમામ મુશ્કેલીઓ છતા મને આશા છે કે, વર્ષ 2054થી મંગળ ગ્રહ પર શહેરનું નિર્માણ શરૂ થઈ જશે. વર્ષ 2100થી માણસોનો પહેલો જથ્થો ત્યાં જઈને રહેવાનું શરૂ કરી દેશે. ABIBOO Studios અને SONetએ મળીને આ શહેરનો નકશો તૈયાર કર્યો છે. અલ્ફ્રેડોએ જણાવ્યું કે, ધરતીની સરખામણીમાં અમારે મંગળ ગ્રહ પર શહેર વસાવવા માટે અલગ રણનીતિ બનાવવી પડશે. કારણ કે ત્યાં હવામાન, ગુરુત્વાકર્ષણ, સૌર તોફાનની અસર, મંગળ પર આવનારા ભૂકંપ આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું હતું. સૌથી વધુ ફોકસ ગુરુત્વાકર્ષણ શક્તિ પર હતું. કારણ કે તેના પર જ બધુ કામ નિર્ભર કરે છે. તમે અંતરિક્ષમાં તરતા તરતા કોઈ કામ સરળતાથી ના કરી શકો.

NUWAની ડિઝાઈન દુનિયાના સૌથી શ્રેષ્ઠ સાયન્ટિસ્ટોએ મળીને તૈયાર કરી છે. આ ડિઝાઈન આ શહેરની મજબૂતી, સુંદરતા અને ટેકનિકને દર્શાવે છે. સાથે જ તે જણાવવું કે કેટલી ઈમારતો બનશે, તેમા કેટલા લોકો રહેશે, તે ખૂબ જ મુશ્કેલ કામ છે. પરંતુ અમે તે કરી બતાવ્યું. અમે જણાવ્યું કે, આ શહેરમાં જગ્યાની સરખામણીમાં કેટલા લોકો રહી શકશે. એ જ આધાર પર અમે કહ્યું કે, NUWA શહેરમાં બેથી અઢી લાખ લોકો આરામથી રહી શકે છે. અલ્ફ્રેડોએ જણાવ્યું કે, તેણે NUWA નામ શા માટે રાખ્યું. NUWA શબ્દ ચીનની પૌરાણિક સ્ટોરીઓમાંથી લેવામાં આવ્યો છે. તેમાં આ નામ એક એવી દેવીનું છે, જે બ્રહ્માંડની રચના કરે છે અને તેને સુરક્ષિત રાખે છે. આ જ દેવી માણસોને ખરાબ કામોથી પણ દૂર રાખે છે. આથી, જ્યારે અમે SONetની ટીમ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે આ નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું. કારણ કે NUWA જેવા દેવી-દેવતા દરેક દેશની પૌરાણિક કથાઓમાં મળી આવે છે. દેવી એક જ છે, પરંતુ તેમનું વર્ણન અલગ-અલગ રીતે કરવામાં આવ્યું છે

અમારી ટીમના મોટાભાગના લોકો યુરોપ અને અમેરિકાના છે. તેમ છતા સૌથી વધુ લોકો એશિયન કલ્ચરના છે. આ નામ તેમને પણ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે જણાવ્યું કે, કઈ રીતે આ નામ સાથે સૌ કનેક્ટ થાય છે. કારણ કે આ એ દેવતાનું નામ છે, જે રચના કરે છે. અમે ઈચ્છતા હતા કે નામ એવું હોય જે સમગ્ર દુનિયાને પસંદ આવે. અલ્ફ્રેડોએ જણાવ્યું કે, મંગળ પર શહેર વસાવવા માટે ધરતી પરથી સિમેન્ટ અથવા માટી લઈને જવું નહીં પડશે. અમે મંગળ ગ્રહ પર મળી આવતી માટી, પત્થરોનો જ ઉપયોગ કરીશું. તેને માટે પહેલા અમારે મંગળ પર ટેસ્ટ કરવા પડશે અને ટેક્નોલોજીનું સેટઅપ ઊભું કરવું પડશે. કારણ કે આ તમામ વસ્તુઓ આપણે જમીન પરથી ના લઈ જઈ શકીએ. તે ખૂબ જ મોંઘુ થઈ જશે. અમે કોઈપણ પહાડને એમ જ તોડી ના શકીએ. અમારે પહેલા તેની તપાસ કરવી પડશે કે તેની અંદર શું છે. શું તે મજબૂત છે. વર્ષો સુધી ટકશે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ગૂગલનું ‘ડિજી કવચ’ – ઓનલાઈન ફ્રોડથી બચાવે અને જાણો તેનું કામ

Vivek Radadiya

પેપર સ્ટ્રોનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો!

Vivek Radadiya

સ્વાહા શબ્દનો શું છે અર્થ?

Vivek Radadiya

1 comment

Comments are closed.