Abhayam News
Abhayam News

સુરતમાં ફરી વેક્સિનેશન શરૂ થતાં લાઈનો લાગી…………

સુરતમાં 3 દિવસ સુધી વેક્સિનેશન બંધ રહ્યા બાદ હવે આજથી વેક્સિન પ્રક્રિયા શરૂ કરાઇ છે. રાજ્ય સરકારે પાલિકાને 15 હજાર ડોઝ ફાળવ્યા છે. જોકે પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર હોવાથી આજે પણ લાઈનો લાગી છે. હાલ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા 105 રસીકરણ કેન્દ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સેન્ટર અલગ અલગ રાખવામાં આવ્યા છે.

ગત બુધવારે મમતા દિવસ હોવાના કારણે રાજ્ય સરકાર વેક્સિન પ્રક્રિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં વેક્સિનની ભારે અછત હોવાના કારણે આરોગ્ય વિભાગે વધુ બીજા બે દિવસ વેક્સિન પ્રક્રિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે સુરત સહિત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વેક્સિન પ્રક્રિયા બંધ રાખવામાં આવી હતી. હવે આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઈને સુરતમાં 105 સેન્ટર જાહેર કરાયા છે. કોવિશીલ્ડનાં પહેલા ડોઝ માટે 53 અને બીજા ડોઝ માટે 48 સેન્ટર છે. જ્યારે બે સેન્ટર વિદેશ જતા નાગરિકો માટે અને બે સેન્ટર કોવેક્સિન રસીના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત મહાનગરપાલિકા સંચાલિત સેન્ટ્રલ સ્ટોર્સ,મગોબ વિભાગીય કર્મચારીઓ દ્વારા મગોબ ખાતે 73મો પ્રજાસત્તાક દિન ધ્વજવંદન કરી રાષ્ટ્રીયપર્વની ઉજવણી કરવામાં આવી હતી..

Abhayam

સુરતના પાંડેસરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન દુખદ બન્યો બનાવ….

Abhayam

કોરોનાના નવા વાયરસ વિશે સુરત કમિશ્નરે આપેલી આ માહિતી અચૂક જાણો, નહિંતર થઈ શકે છે મોટું નુકસાન

Kuldip Sheldaiya

Leave a Comment