Abhayam News
Abhayam

 1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર

These big changes are happening from December 1

 1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરની શરૂઆત થવાની છે. નવેમ્બર મહિનાના માત્ર 2 દિવસ બાકી છે, ડિસેમ્બર મહિનામાં ઘણા ફેરફાર થવાના છે. જેની અસર તમારા ખિસ્સા પર સીધી જ પડશે. આ ફેરફાર બેકિંગ સેક્ટરથી લઈને ટેલિકોમ સેક્ટર સુધીમાં થશે. સાથે જ ઘરના રસોડાને પણ અસર થશે. ત્યારે જાણી લો આખરે કયા-કયા ફેરફાર ડિસેમ્બર મહિનામાં થવાના છે.

These big changes are happening from December 1

ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર ડિસેમ્બર મહિનાની 1લી તારીખથી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થઈ રહ્યો નથી પણ કર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર સતત જોવા મળી છે. નવેમ્બર મહિનામાં આ વધારો બે વખત જોવા મળ્યો છે.

પેન્શન યોજના જો તમે કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી રહી ચૂક્યા છો અને પેન્શન મેળવો છો તો નવેમ્બર મહિનો પૂર્ણ થાય એ પહેલા પોતાનું હયાતીનું ફોર્મ જરૂર સબમિટ કરાવી દો. જો તમે ફોર્મ સબમિટ નહીં કરાવો તો આગામી પેન્શન તમારા ખાતામાં જમા થશે નહીં. જણાવી દઈએ કે પેન્શન મેળવનારા વ્યક્તિને વર્ષમાં એક વખત આ ફોર્મ જમા કરાવવુ પડશે.

 1 ડિસેમ્બરથી થઈ રહ્યા છે આ મોટા ફેરફાર

These big changes are happening from December 1

KYC પછી સિમ કાર્ડ 1 ડિસેમ્બરથી ટેલીકોમ સેક્ટરમાં નવા નિયમ લાગુ થવા જઈ રહ્યા છે. સરકારે મોબાઈલ સિમ ખરીદવાના નિયમો કડક કરી દીધા છે. તેનો મતલબ છે કોઈ પણ દુકાનદાર સંપૂર્ણ કેવાયસી વગર કોઈ પણ સિમ નહીં વેચી શકે. ત્યારે બીજી તરફ કોઈ વ્યક્તિ બલ્કમાં સિમ કાર્ડ નહીં ખરીદી શકે. ટેલિકોમ વિભાગે નિયમમાં ફેરફાર કરતા એક આઈડી પર લિમિટેડ સિમકાર્ડ ઈસ્યુ કરવાની જોગવાઈ કરી છે. જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરશે તો 10 લાખનો દંડ અને જેલની સજા થઈ શકે છે.

These big changes are happening from December 1

ક્રેડિટ કાર્ડમાં ફેરફાર હાલના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધી ગયો છે. તમામ બેન્ક ક્રેડિટ કાર્ડ પર તમામ સુવિધાઓ આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ દેશની સૌથી મોટી ખાનગી બેન્ક એચડીએફસી બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડ પર મળનારા લાઉન્જ એક્સિસ પ્રોગ્રામમાં ફેરફાર કરી દીધો છે. આ ફેરફાર 1 ડિસેમ્બરથી લાગુ થઈ જશે. જો કે આ પ્રોગ્રામની સુવિધા ફ્રીમાં લેવા માટે દર 3 મહિને 1 લાખ રૂપિયાની ક્રેડિટ યૂઝ કરવી અનિવાર્ય હશે.

These big changes are happening from December 1

બેન્ક લોકર કરારની ડેડલાઈન આરબીઆઈએ રિવાઈઝ્ડ લોકર એગ્રીમેન્ટને ક્રમબદ્ધ રીતે ચલાવવા માટે 31 ડિસેમ્બર 2023ની ડેડલાઈ નક્કી કરી દીધી છે. જો તમે 31 ડિસેમ્બર 2022એ અથવા એ પહેલા એક રૂપાંતરિત બેંક લોકર કરાર જમા કરાવી દીધો છે તો તમારે ફરી એક વાર અપડેટ લોકર કરાર પર હસ્તાક્ષર કરવા અને જમા કરવાની જરૂર પડી શકે છે.

ફ્રી આધાર અપડેશનની છેલ્લી તારીખ યુઆઈડીએઆઈની વેબસાઈટ મુજબ જો તમે છેલ્લા 10 વર્ષમાં પોતાની આધાર ડિટેલ અપડેટ કરાવી નથી તો તમે તેને 14 ડિસેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરાવી શકો છો. યુઆઈડીએઆઈ આધાર સંબંધી છેતરપિંડીને રોકવા માટે 10 વર્ષ જુના આધાર ધારકોને નવી જાણકારી સાથે અપડેટ કરવાનો પણ આગ્રહ કરી રહ્યું છે.

These big changes are happening from December 1

એમએફ, ડીમેટ નોમિનેશનની છેલ્લી તારીખ હાલના ડિમેટ એકાઉન્ટ હોલ્ડર, મ્યુચ્યુઅલ ફંડ યૂનિટ હોલ્ડર માટે નોમિનેશનનું ઓપ્શન પ્રદાન કરવાની ડેડલાઈનને વધારીને 31 ડિસેમ્બર 2023 કરી દીધી છે. સેબીએ પોતાના પરિપત્રમાં કહ્યું છે કે ડીમેટ એકાઉન્ટના સંબંધમાં, નોમિનેશન ડિપોઝિટ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

These big changes are happening from December 1

યુપીઆઈ આઈડી થશે ઈનએક્ટિવ એનપીસીઆઈએ ગૂગલ પે, પેટીએમ, ફોન પે વગેરે પેમેન્ટ એપ્સ અને બેન્કોને તે યુપીઆઈ આઈડી અને નંબરોને ઈનએક્ટિવ કરવા માટે કહ્યું છે, જે એક વર્ષ કરતા વધારે સમયથી એક્ટિવ નથી. તેને 31 ડિસેમ્બર 2023 સુધી લાગુ કરવુ પડશે.

These big changes are happening from December 1

આ સિવાય સરકારી બેન્ક ઈન્ડિયન બેન્કે ‘ઈન્ડ સુપર 400’ અને ‘ઈન્ડ સુપ્રીમ 300 દિવસ’ નામની વધારે વ્યાજવાળી સ્પેશિયલ એફડીને વધારી દીધી છે. જેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2023 કરવામાં આવી છે. સાથે જ આઈડીબીઆઈ બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી રકમ માટે એફડીના વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાકેશ અસ્થાના દિલ્હીના પોલીસ કમિશનર બનતાની સાથે જ કરી નાખ્યું આ મોટું કામ…

Abhayam

પીએમ મોદીએ પુછ્યો એવો સવાલ જે કોઈએ નથી પુછ્યો, જુઓ વીડિયો

Vivek Radadiya

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેએ ભારત અને ચીન અંગે કર્યો ઉલ્લેખ

Vivek Radadiya