ગુજરાતના યુવાનો 1400 કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચશે હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારેય બાજુ રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર દેશભરમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. લોકો દૂર દૂરથી અયોધ્યામાં આવી રહ્યા છે.
ગુજરાતના યુવાનો 1400 કિલોમીટર ચાલીને અયોધ્યા પહોંચશે
ત્યારે ગુજરાતના વલસાડ તાલુકાના ત્રણ યુવકો વલસાડ પારડી હનુમાનજીના મંદિરથી અયોધ્યા સુધી ચાલીને જવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ત્રણેય યુવાનો પગપાળા અયોધ્યા જવા માટે નીકળ્યા ત્યારે લોકોએ તેમને ખૂબ જ શુભેચ્છાઓ આપી હતી.
ગામના અગ્રણીઓ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભીડભંજન મંદિરના અગ્રણી શિવજી મહારાજ સહિત ગામના લોકોએ ત્રણેય યુવાનોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ત્રણેય યુવાનો રામ મંદિર જવા માટે રવાના થયા હતા.
વાત કરીએ તો ચિરાગ એસ પટેલ, કેયુર એસ પટેલ અને ઉર્વીલ એમ પટેલ નામના ત્રણ યુવાનો ચાલીને રામ મંદિર જશે. હાલમાં તો સોશિયલ મળ્યા પણ આજ વાતની ચર્ચાઓ ચાલી રહી છે. લોકો આ ત્રણેય યુવાનોને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ ત્રણેય યુવાનો લગભગ 1400 કિલોમીટર ચાલશે અને પછી અયોધ્યા પહોંચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે