Abhayam News
AbhayamSports

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા

Bad news came out about T20 captain Suryakumar Yadav

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે તેના જ ઘર આંગણે ટી-20 સીરિઝ રમી રહી છે અને આ ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે. હાલ ટીમના કેપ્ટન સૂર્યાને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે.  ગુરુવારે એટલે કે ગઇકાલે રમાયેલ મેચમાં ટીમના કેપ્ટન ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા છે અને તેના પગમાં ઘા લાગ્યો છે. 

આ ઇજા આટલી વધુ હતી કે તેનાથી ચાલી પણ શકાતું નહતું. આ બાદ મેડિકલ ટીમ અને સ્ટાફ સૂર્યાને ખોળામાં ઊંચકીને બહાર લઈ ગયા હતા. સૂર્યાના મેદાનની બહાર ગયા બાદ આ મેચની કેપ્ટનશિપ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ સંભાળી હતી. નોંધનીય છે કે સૂર્યકુમાર યાદવે આ મેચમાં સદી ફટકારી હતી અને એ કારણે ટીમ ઈન્ડિયાએ 201 રન બનાવ્યા હતા. 

આ પછી 202 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની ટીમ બીજી ઓવરમાં જ પહેલી વિકેટ ગુમાવી દીધી. પરંતુ તે પછી તરત જ સૂર્યા ઘાયલ થયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરતી વખતે તેનો ડાબો પગ ઘૂંટી પાસે ખરાબ રીતે વળી ગયો હતો. થયું એવું કે બાઉન્ડ્રી તરફ જતા બોલને રોકવા માટે સૂર્યા ઝડપથી દોડ્યો અને આ દરમિયાન તેણે નીચે ઝૂકીને બોલ ઉપાડવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેની પગની ઘૂંટી વળી ગઈ અને સૂર્ય જમીન પર બેસી ગયો હતો. જે બાદ તરત જ ફિઝિયો અને મેડિકલ ટીમ મેદાનમાં આવી અને સારવાર પૂરી પાડી પણ સૂર્યને દુઃખાવામાંથી આરામ ન મળ્યો. આ પછી દર્દથી કંપારી રહેલા સૂર્યકુમાર યાદવને ખોળામાં ઊંચકીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. તેના ઘણા ફોટા અને વીડિયો પણ વાયરલ થયા છે.

ટી-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરૂઆતમાં તેનો નિર્ણય સાચો સાબિત થતો જણાતો હતો, શુભમન ગિલ માત્ર આઠ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે તિલક વર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. કેપ્ટન સૂર્યાએ યશસ્વી જયસ્વાલ સાથે મળીને અહીંથી ઇનિંગ સંભાળી હતી. બંનેએ 70 બોલમાં 112 રન જોડ્યા હતા. સૂર્યાએ 56 બોલમાં 100 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વીએ 41 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. જોકે, આ બે સિવાય અન્ય કોઈ ભારતીય ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યું નથી. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા.

ભારત બીજી મેચ પાંચ વિકેટે હારી ગયું હતું અને સિરીઝ બચાવવા માટે ભારતે આ મેચ જીતવી જરૂરી હતી. જીતવા માટે 202 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી સાઉથ આફ્રિકા જરા પણ ટક્કર ન આપી શકી. ટીમે બીજી જ ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી અને ભારતીય બોલરોએ તેને વાપસી કરવાની એક પણ તક આપી ન હતી. યજમાન ટીમનો દાવ 95 રનમાં સમેટાઈ ગયો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બે વિકેટ રવીન્દ્ર જાડેજાના ખાતામાં ગઈ હતી. અર્શદીપ અને મુકેશને એક-એક વિકેટ મળી હતી. આ સાથે ત્રણ મેચની સિરીઝ 1-1ની બરાબરી પર સમાપ્ત થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટી સિટીમાં દારુ પીવાની છૂટ આપી

Vivek Radadiya

માલદેવજીભાઈ જેવા રાજનેતા હવે નહી થાય 

Vivek Radadiya

જમ્મુ કાશ્મીર:- પાકિસ્તાની વોન્ટેડ આતંકી ભારતીય સેનાએ કર્યો ઠાર…

Abhayam

1 comment

Comments are closed.