Abhayam News
AbhayamGujaratLife StyleNewsPolitics

વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023 શરૂ

વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ આજથી દિલ્હીના ભારત મંડપમમાં વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023ની શરૂઆત થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદીએ આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યુ છે. જેમાં 200થી વધારે શેફ 80 દેશની સ્વાદિષ્ટ જમવાની આઈટમ બનાવશે. ખાવાના શોખીન લોકો 3 દિવસ સુધી આ ફેસ્ટિવલની મજા માણી શકશે.

ભારત મંડપમમાં વર્લ્ડ ફૂડ ફેસ્ટિવલ 2023ની શરૂઆત થઈ ચૂકી છે.

ખાવા પીવાના શોખીનો માટે દેશની રાજધાની દિલ્હીમાં આજથી વિશ્વનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ફેસ્ટિવલનું ઉદ્ધટાન વડાપ્રધાન મોદીએ કર્યુ છે. ખાવા-પીવાના શોખીનો આગામી 3 દિવસ સુધી દિલ્હીના ભારત મંડપમમાં અલગ અલગ ચીજવસ્તુઓનો સ્વાદ માણી શકશે. આ ફૂડ ફેસ્ટિવલમાં માત્ર ભારતનું જ નહીં પણ દુનિયાના 80 દેશની સ્વાદિષ્ટ આઈટમનો જમાવડો થશે.

આ ફૂડ ફેસ્ટિવલમાં 200થી વધારે શેફ ભાગ લીધો છે અને ભારતીય પરંપરા મુજબનું ફૂડ રજૂ કરશે. ફૂડ માટે 6 કાઉન્ટર લગાવવામાં આવ્યા છે, દરેક પ્રકારના ફૂડ માટે ક્યૂઆર કોડ પણ છે. જણાવી દઈએ કે આ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 2017માં થઈ હતી. ત્યારબાદ કોરોના મહામારીના કારણે તેનું આયોજન કરવામાં આવ્યુ નહતું.

કાર્યક્રમનો ઉદ્દેશ્ય શું?

વડાપ્રધાન મોદીએ વર્લ્ડ ફૂડ ઈન્ડિયા 2023ના ભાગરૂપે ફૂડ સ્ટ્રીટ કાર્યક્રમનું ઉદ્ધાઘન કર્યુ. જેની હેઠળ ભારતના અલગ અલગ અને પરંપરારૂપ ભારતીય વ્યજંનોનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને “વિશ્વની ફૂડ બાસ્કેટ” તરીકે દર્શાવવાનો અને 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવાનો છે.

આ ફેસ્ટિવલમાં 80થી વધારે દેશ1200થી વધારે વિદેશી ખરીદદારો માટે ખરીદનાર-વિક્રેતાની મીટિંગની સુવિધા પણ કરી આપવામાં આવશે. આ આયોજનમાં નેધરલેન્ડ ભાગીદાર દેશની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે જાપાન આ આયોજનનું ફોક્સ દેશ રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરતમાં 19.8 ડિગ્રી, નલિયામાં 15.4, અમરેલીમાં 19.8 ડિગ્રી

Vivek Radadiya

આ સમાજે આંદોલન કરીને મેળવેલી અનામત સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી- જાણીને ચોકી જશો…

Abhayam

ભોપાલ ગેસ ટ્રેજેડીને ઉજાગર કરશે સિરીઝ

Vivek Radadiya