Abhayam News
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં થયું 22થી 30 એપ્રિલ લોકડાઉન:-જાણો શું ચાલુ રહેશે અને શું બંધ..

કોરોનાની મહામારી દિવસે દિવસે વિકટ સ્થિતિ ઊભી કરી રહી છે. વણસતી જતી પરિસ્થિતિને ધ્યાને લેતા દેવભૂમી દ્વારકા, ભાટીયા, ખંભાળીયા, મીઠાપુર તથા ઓખામાં બપોર બાદ વ્યાપારી પ્રવૃતિઓ બંધ રહેશે. તા. 30 એપ્રિલ સુધી દ્વારકામાં લોકડાઉન કરવા સ્વૈચ્છિક રીતે નિર્ણય લેવાયો છે. દ્વારકાના નાના-મોટા વેપારીઓ બપોર પછી દુકાનો બંધ રાખીને આ બંધમાં જોડાશે.

દેવભૂમી દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણીએ, જુદા જુદા વિભાગના અધિકારીઓ તથા વેપારીઓએ એક મહત્ત્વની બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસના કેસ કેવી રીતે ઘટાડી શકાય એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તંત્ર સાથે બેઠક કર્યા બાદ વેપારીઓએ યાત્રાધામમાં લોકડાઉન કરવા નિર્ણય કર્યો છે. તા.30 એપ્રિલ સુધી દ્વારકાની તમામ બજાર બંધ રહેશે. બપોરના 2 વાગ્યા સુધીની છૂટછાટ આપવામાં આવી છે. જોકે, મેડિકલ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે આંશિક છૂટ અપાઈ છે. આ ઉપરાંત દેવભૂમી દ્વારકામાં ચોપાટી તથા ભડકેશ્વર મહાદેવ મંદિર સુધી કોઈ જઈ શકશે નહીં. આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, રાજકીય આગેવાનો તેમજ વ્યાપારી સંગઠનના હોદ્દેદારોએ હાજરી આપી ચર્ચા કરી હતી.

zeenews.com

બીજી તરફ જગતમંદિર દ્વારકાધીશ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં આ મંદિરે બારે માસ ભીડ જોવા મળે છે. પણ કોરોનાના બીજા વેવમાં કેસ વધતા દ્વારકાધીશ મંદિર બંધ કરી દેવામાં આવ્યું છે. પણ વિધિ અને તિથિ અનુસાર દ્વારકા નરેશનો શણગાર કરવામાં આવે છે. જેના દર્શન લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી કરે છે. રામનવમીના પ્રસંગે બંધ બારણે વિશેષ દર્શન યોજાયા હતા. કોરોનાના કપરા કાળમાં મૃત્યુઆક વધતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અસ્થિ વિસર્જન માટે આવી રહ્યા છે. 

traveltriangle.com

દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ કોરોનાને કારણે મૃત્યુઆક વધી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 35થી વધારે લોકો અહીં મૃત્યુ પામ્યા છે. દેવભૂમિ દ્વારકા સ્મશાન સાથે જોડાયેલા સુત્રએ જણાવ્યું હતું કે, જ્યાં એક સમયે ત્રણથી ચાર બોડી આવતી ત્યાં આજે દરરોજની 12 જેટલી બોડી આવી રહી છે. થોડા સમય પહેલા જ દેવભૂમિ દ્વારકાના સ્મશાનને રિનોવેટ કરવામાં આવ્યું હતું. હાલ દરિયાઈ ખારાશના વાતાવરણને કારણે ભઠ્ઠી બંધ થઈ જતા લાકડામાં અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જોકે, તહેવારના દિવસોમાં મંદિર બંધ રહેતા મંદિર ટ્રસ્ટ તથા શ્રદ્ધાળુંઓને ફટકો પડ્યો છે. 

Related posts

અમરેલી જિલ્લાનાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

Vivek Radadiya

‘ઈન્ડિયન 2’નું ટીઝર 

Vivek Radadiya

જાણો ગન લાયસન્સ એપ્લાય કરવાની એ ટુ ઝેડ પ્રોસીઝર

Vivek Radadiya