રાજ્યમાં કોરોનાની બીજી લહેર લોકો માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રી કર્ફયૂ લાગુ કરવામાં આવ્યો હતો અને સાથે કેટલાક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ 36 શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, અમરેલી, હિંમતનગર, પોરબંદર, પાલનપુર, બોટાદ, નવસારી, વિરમગામ, વલસાડ, છોટાઉદેપુર, મોડાસા, વેરાવળ, રાધનપુર, ડીસા, કડી, અંકલેશ્વર, વિસનગર અને વાપીનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ કેસો વધતા આ તમામ શહેરોમાં માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મળતી દુકાનોને ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી હતી અને ત્યારબાદ કોરોનાનું સંક્રમણ ઘટતા દુકાનોને સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી હતી.
સાથે હોટલ અને રેસ્ટોરાંમાં હોમ ડીલેવરી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં હવે રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોને પણ હળવા કરવામાં આવી રહ્યા છે. આગાઉ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, સંક્રમણ ઘટશે તે રીતે લોકોને રાહત આપવામાં આવશે.
આ પ્રતિબંધોને લઇ રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 36 શહેરની તમામ દુકાનો વાણિજ્ય સંસ્થાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, હેર કટીંગની દુકાનો, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ અને પાનના ગલ્લાઓ સહિત અન્ય વ્યવસાય ગતિવિધિઓને 4 જૂનથી સવારે 9 વાગ્યાથી સાંજના 6 સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે અને આ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો છે.
રાત્રી કર્ફ્યૂ બાબતે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..