Abhayam News
AbhayamGujaratTechnology

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે જિયો સર્વિસીઝથી સજ્જ પ્લમના એઆઇ-સંચાલિત તથા ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પૂરા પાડશે, તેમાં આખા ઘરની એડેપ્લિટવ વાઇફાઇ, કનેક્ટેડ ડિવાઇસ અને એપ્લિકેશન પરફોર્મન્સ ઑપ્ટિમાઇઝેશન, કનેક્ટેડ ડિવાઇસ માટે સાયબરથ્રેટ પ્રોટેક્શન, અદ્યતન પેરેંટલ કંટ્રોલ અને વાઇફાઇ મોશન સેન્સિંગ અને અન્ય સર્વિસીઝનો સમાવેશ થાય છે.

કનેક્ટેડ ડિવાઇસ માટે સાયબરથ્રેટ પ્રોટેક્શન

ભારતના સૌથી મોટા ટેલીકોમ નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે આજે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને માર્કેટ અગ્રણી સ્માર્ટ હોમ અને સ્મોલ બિઝનેસ સર્વિસીઝ પૂરી પાડવા માટે નેટવર્ક સેવાઓ અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સના ક્ષેત્રે અગ્રણી પ્લમ® સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. આ ભાગીદારી થકી પ્લમના હાઇલી સ્કેલેબલ ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા ભારતમાં અંદાજે 200 મિલિયન પ્રિમાઇસીસમાં અત્યાધુનિક સેવાઓ પહોંચાડાશે.

ભારતમાં અંદાજે 200 મિલિયન પ્રિમાઇસીસમાં અત્યાધુનિક સેવાઓ પહોંચાડાશે.

જિયો ભારતીય ગ્રાહકોની ડિજિટલ જરૂરિયાતોને પહોંચી વળવામાં નિષ્ણાત છે, તે ક્લાઉડ દ્વારા સંચાલિત ફિક્સ્ડ-લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડે છે, તે માટે દેશમાંથી જ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ હેતુ માટે જિયોએ વિશ્વ-કક્ષાના જિયોફાઇબર અને જિયો એરફાઇબર નેટવર્ક્સનું નિર્માણ કર્યું છે, દેશના દરેક ઘર સુધી વિશ્વસનીય અને હાઇ-સ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓ પહોંચાડવા માટે તેની રચના કરવામાં આવી છે.

અદ્યતન પેરેંટલ કંટ્રોલ અને વાઇફાઇ મોશન સેન્સિંગ

આ નવી ભાગીદારી થકી જિયો હોમપાસ® અને વર્કપાસ® કન્ઝ્યુમર સર્વિસીઝથી સજ્જ પ્લમના એઆઇ-સંચાલિત તથા ક્લાઉડ-આધારિત પ્લેટફોર્મ પૂરા પાડશે, તેમાં આખા ઘરની એડેપ્લિટવ વાઇફાઇ, કનેક્ટેડ ડિવાઇસ અને એપ્લિકેશન પરફોર્મન્સ ઑપ્ટિમાઇઝેશન, કનેક્ટેડ ડિવાઇસ માટે સાયબરથ્રેટ પ્રોટેક્શન, અદ્યતન પેરેંટલ કંટ્રોલ અને વાઇફાઇ મોશન સેન્સિંગ અને અન્ય સર્વિસીઝનો સમાવેશ થાય છે. પ્લમ્સના Haystack® સપોર્ટ અને ઓપરેશન સૂટ્સનો ઍક્સેસ જિયોના કન્ઝ્યુમર સપોર્ટ અને ઑપરેશન ટીમોને પર્ફોર્મન્સ-સંબંધિત મુદ્દાઓને ઓળખવા, તેનું વિશ્લેષણ કરવા અને તેના પર ઝડપથી કાર્ય કરવા, નેટવર્ક ખામીઓનું સ્થાન શોધવા અને તેને અલગ કરવા તથા સમગ્ર ગ્રાહક અનુભવનું નિરીક્ષણ કરવા સક્ષમ બનાવશે.જિયો ભારતમાં પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે.

એન્ડ-ટુ-એન્ડ કન્ઝ્યુમર એક્સપિરિયન્સ આપતી

“અમે જ્યારે કનેક્ટેડ હોમ સર્વિસીઝના અમારા પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવાનું નિરંતર જારી રાખીએ છીએ ત્યારે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ એન્ડ-ટુ-એન્ડ કન્ઝ્યુમર એક્સપિરિયન્સ આપતી સૌથી અદ્યતન અને સુરક્ષિત ઇન-હોમ ડિજિટલ સર્વિસીઝ પૂરી પાડવી જિયો માટે મહત્વપૂર્ણ છે,” તેમ રિલાયન્સ જિયોના પ્રેસિડેન્ટ મેથ્યુ ઉમ્મેને જણાવ્યું હતું. “પ્લમ જેવા ભાગીદારોના સ્કેલેબલ અને લીડિંગ એજ પ્લેટફોર્મ સાથે જિયો કનેક્ટેડ હોમ સર્વિસ ઑફર્સ અને અનુભવને મજબૂત બનાવવાનું અને વધારવાનું જારી રાખશે.”

અનુભવને મજબૂત બનાવવાનું અને વધારવાનું જારી રાખશે

“જિયો સાથેની ભાગીદારી એશિયાની મુખ્ય ટેલિકોમ તાકાત સાથેની પ્લમની સેવાઓના નોંધપાત્ર વૈશ્વિક વિસ્તરણ તરીકે રજૂ કરે છે. ભારતીય બજારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનુરૂપ અને હાઇલી સ્કેલેબલ ક્લાઉડ-આધારિત સોલ્યુશન ઓફર કરવાની અમારી ક્ષમતા જિયોને તેની સેવાઓ પૂરી પાડવાની ઝડપને વિસ્તારવામાં સક્ષમ બનાવશે,” તેમ પ્લમના ચીફ રેવન્યુ ઓફિસર એડ્રિયન ફિટ્ઝગેરાલ્ડે જણાવ્યું હતું. “જિયોને સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને અનન્ય અને અત્યંત વ્યક્તિગત ઇન-હોમ ડિજિટલ એક્સપિરિયન્સ પહોંચાડવામાં અને કંપનીને તેની વૃદ્ધિની યાત્રાના આગલા પ્રકરણમાં તમામ મદદ કરવા બદલ અમે રોમાંચિત છીએ.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…….

Related posts

હાર બાદ કોચ રાહુલ દ્રવીડે આપ્યુ આ નિવેદન

Vivek Radadiya

Kisan Credit Card:સસ્તા વ્યાજ દરે ખેડૂતેને મળે છે લોન

Vivek Radadiya

ઈતિહાસ :: ગામડાની એક સવાર

Abhayam