Abhayam News
AbhayamNews

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આ તારીખથી પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકાશે..

રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં મોટા ભાગના ફરવા લાયક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારે નર્મદા કાંઠે આવેલી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પણ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. કોરોનાની પહેલી લહેર બાદ કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ફરવા લાયક સ્થળો લોકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. તો બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીથી ફરવા લાયક સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે બીજી લહેરમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી હોવાના કારણે રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 8 જૂન 2021થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ બાબતે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

સ્થાનિક લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી બંધ કરી દેવામાં આવતા અમારો ધંધો, વેપાર પડી ભાંગ્યો હતો પરંતુ હવે સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય લેવામાં આવતા અમને આશા છે કે અમારા ધંધા પહેલાની જેમ ચાલશે..

8 જૂનથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલશે પરંતુ માત્ર ઓનલાઇન ટિકિટ લઈને જ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જઈ શકશે. ઓનલાઇન ટિકિટ વગર કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત લોકોને ઓફલાઈન ટિકિટ મળશે નહીં. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખોલવાનો નિર્ણય કરતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ આવેલા નાના મોટા ધંધાકીય એકમો અને સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે-સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સીટીને પણ ખુલ્લુ મુકવામાં આવશે

, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ન હતું તે સમયે પ્રતિદિન 10થી 15 હજાર જેટલા લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે જતા હતા પરંતુ માર્ચમાં કોરોનાની પ્રથમ લહેરને કારણે 6 મહિના સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યુ હતું અને બીજી લહેરમાં માર્ચ 2021માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ તે સમયે માત્ર ગણતરીના પર્યટકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોવાના કારણે ફરીથી રાજ્ય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બંધ કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

કરોડની નોકરીને ઠોકર મારી, ઊભો કર્યો 50 કરોડનો કારોબાર

Vivek Radadiya

Sensex જશે 1 લાખને પાર

Vivek Radadiya

અમદાવાદ વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ

Vivek Radadiya

1 comment

Comments are closed.