Abhayam News
AbhayamSocial Activity

ભારતીય સૈન્ય દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે ભૂજ ખાતે રક્તદાન શિબિર યોજાઈ..

કોરોના મહામારી વચ્ચે, દક્ષિણી કમાન્ડ હેઠળ આવતા ભૂજ ખાતેના ભારતીય વાયુ સંરક્ષણ યુનિટ દ્વારા 04 જૂન 2021ના રોજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (GAIMS)ની બ્લડ બેંકના સહયોગથી ભૂજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયાના દર્દી માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંગઠન દ્વારા સ્વેચ્છાએ કરવામાં આવેલા આ પ્રયાસોને GAIMS ખાતે ચીફ મેડિકલ ઓફિસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (મેડિસિન) ડૉ. કશ્યપ બુચે ખૂબ જ આવકાર્યા હતા અને પ્રશંસા કરી હતી.

આ રક્તદાન શિબિરનું આયોજન ભારતીય સૈન્ય વતી તેમના સદ્ભાવના કાર્ય તરીકે અને સામાન્ય લોકોના કલ્યાણ માટે તેની સતત અને નિયમિત પ્રતિબદ્ધતા જાળવવા માટે કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

લગ્ન કરો વર્લ્ડકપ જીતો

Vivek Radadiya

છતીસગઢમાં નક્સલવાદી હુમલો..!!! – આર્મીના ૧૭ જવાનો શહીદ ..!!

Abhayam

ક્યારે યોજાશે JEE-NEET Main 2021ની પરીક્ષા? આ અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય…

Abhayam