- હવામાન વિભાગના કહેવા પ્રમાણે 25થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.
- અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- “22 અને 23 તારીખે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી. આ ઉપરાંત હજુ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હોય તેવું બન્યું નથી. આ દરમિયાન હવામાન વિભાગ તરફથી આજે આગાહી વ્યક્ત કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. એટલે કે 22મી જુલાઈ અને 23મી જુલાઈના રોજ રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 24 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવું હવામાન વિભાગનું કહેવું છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે 25થી 26 જુલાઈ દરમિયાન ગુજરાત (Gujarat)માં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત (South Gujarat)માં અઠવાડિયાથી વરસાદ પડી રહ્યો હોવાથી ડાંગના સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સર્જાયું છે. વરસાદે વિરામ લેતા અહીં વાદળીયું વાતવરણ જોવા મળ્યું હતું. સાથે જ અહીં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી હતી. જેના પગલે સાપુતારા અને ઘાટ વિસ્તારમાં ઝીરો વિઝિબિલિટીને પગલે વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ કરી વાહન હંકારવાની ફરજ પડી હતી. બીજી તરફ કુદરતી સૌંદર્યને માણવા આવતા પ્રવાસીઓમાં ખુશી છવાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…