Abhayam News
AbhayamNews

દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા…

  • IT તથા પોલીસની ટીમે દિવ્ય ભાસ્કરના પત્રકારોના મોબાઇલ જપ્ત કરી કલાકો બેસાડી રાખ્યા.
  • દિવ્ય ભાસ્કરની અમદાવાદ ઓફિસ પર આવકવેરાના દરોડા.
  • 5 વાગ્યાની આસપાસ આઈટીની ટીમ પોલીસના કાફલા સાથે દિવ્ય ભાસ્કર બિલ્ડિંગે ધસી આવી.

વહેલી સવારે આઈટીની ટીમ અને પોલીસની ટીમે આ દરોડા પાડ્યા છે. એ સમયે દિવ્ય ભાસ્કર ડિજિટલ ન્યૂઝ એપની નાઈટ ટીમના કર્મચારીઓ પત્રકારો મોજૂદ હતા. આઈટીની ટીમે ડિજિટલની નાઈટ ટીમના સાતેક પત્રકારોના મોબાઈલ તરત સ્વિચ-ઓફ કરાવીને જપ્ત કરી લીધા હતા. ત્યાર બાદ પત્રકારોની પૂછપરછ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ‘દિવ્ય ભાસ્કર’ ડિજિટલ ન્યૂઝ એપ ચોવીસે કલાક કાર્યરત રહે છે અને રિયલ ટાઈમ ન્યૂઝ અપડેટ આપે છે. એની સવારની શિફ્ટમાં આશરે સાતેક વાગ્યાથી પત્રકારો તથા કર્મચારીઓ આવવાના શરૂ થયા હતા. જે પણ પત્રકાર કે અન્ય કર્મચારી આવે, તેની પાસેથી ડોક્યુમેન્ટ તેમજ મોબાઈલ ફોન ITની ટીમે જપ્ત કરી લીધા હતા. તમામ પત્રકારોની આશરે બે કલાક સુધી પૂછપરછ કર્યા પછી જ તેમના વર્ક સ્ટેશન પર જવા દેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

જર્મની બાદ પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી 45 મીનિટ વાતચીત..

Deep Ranpariya

જાણો:-કોરોનાના કારણે 3 જુલાઇના રોજ લેવાનારી આ પરીક્ષા મોકૂફ..

Abhayam

જુઓ:-ઈતિહાસની સૌ પ્રથમ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરુ થશે ગણતરીની મિનિટોમાં.

Abhayam

Leave a Comment