પુતિનની થઈ શકે છે હત્યા
2024 માટે બાબા વેંગાએ કરી છે 7 ખતરનાક ભવિષ્યવાણી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન માટે માઠા સમાચાર છે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી છે કે આવતા વર્ષે પુતિનના જ દેશના કોઈ વ્યક્તિ દ્વારા તેની હત્યા કરવામાં આવશે. ક્રેમલિને સતત પુતિનને કેન્સર હોવાની વાતનો ઇનકાર કર્યો છે. તેમની સુરક્ષા પણ વધારવામાં આવી રહી છે.
યૂરોપમાં આતંકી હુમલો
બાબા વેંગાએ ખતરનાક હથિયારો અંગે ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે આગામી વર્ષમાં એક મોટો દેશ જૈવિક હથિયારોનું પરીક્ષણ કરશે અથવા તો તે હુમલો કરશે. તેમણે એ વાતની પણ ભવિષ્યવાણી કરે છે કે યૂરોપમાં આતંકવાદીઓ દ્વારા અલગ અલગ શહેરોમાં હુમલાઓ કરવામાં આવશે.
વિશ્વ પર આવશે આર્થિક સંકટ
બલ્ગેરિયાના ભવિષ્ય વક્તાનો દાવો છે કે આવતા વર્ષે મોટું આર્થિક સંકટ આવશે. જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા પડી ભાંગશે. દેવાનું સ્તર, ભૂ-રાજકીય તણાવ અને આર્થિક શક્તિઓનું પશ્ચિમથી પૂર્વ તરફ સ્થળાંતર જેવા કારણો જવાબદાર હોઇ શકે છે.
પૃથ્વી પર ક્લાઇમેટ ચેન્જની અસર
બાબા વેંગાએ આગાહી કરી છે કે, પૃથ્વી પર આવતા વર્ષે કુદરતી આફતો અને ખરાબ હવામાનની અસર જોવા મળશે. તેમના જણાવ્યા અનુસાર પૃથ્વીની કક્ષામાં ફેરફાર થશે. આ ખૂબ જ ઓછા સમય માટે હશે, પરંતુ તેના કારણે ક્લાઇમેટ ચેન્જની ગંભીર અસર જોવા મળશે. તેમજ રેડિએશનનું જોખમ પણ રહેશે.
સાઇબર એટેક
આગામી વર્ષે વિશ્વમાં સાયબર એટેકનું જોખમ પણ વધશે. એડવાન્સ્ડ હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે. બાબા વેંગાએ આગાહી કરી છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે સુરક્ષાનો ખતરો ઉભો થશે.
કેન્સરનો ઇલાજ
બાબા વેંગાના જણાવ્યા પ્રમાણે, મેડિકલ ફિલ્ડમાંથી સારા સમાચાર સામે આવી શકે છે. અલ્ઝાઈમર સહિતના અસાધ્ય રોગો માટે નવી સારવાર ઉપલબ્ધ થશે. તેમણે એવી પણ આગાહી કરી છે કે 2024માં કેન્સરની સારવાર શક્ય બનશે.
ટેક્નોલોજીમાં થશે ક્રાંતિ
બાબા વેંગાનો દાવો છે કે, આવતા વર્ષે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં મોટી શોધ થશે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ઝડપથી વિકસી રહ્યું છે. કહેવાય છે કે, આના દ્વારા સામાન્ય કોમ્પ્યુટર કરતા પણ ઝડપથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. જો આમ થશે તો આવતા વર્ષે AIનું ફિલ્ડ પણ પ્રગતિ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે