જ્ઞાતિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો આપણે એવું ઘણીવાર જોયું છે કે કુળદેવી કે કુળદેવતા ભલે બીજા સમાજના હોય પરંતુ એના મંદિરમાં અન્ય સમાજના પણ લાખો લોકો દર્શને આવે છે. કદાચ આવો મીઠો વિરોધાભાસ પણ હિંદુ ધર્મમાં જ સંભવી શકે. નીતિન પટેલના નિવેદન બાદ શરૂ થયેલી ચર્ચા કેટલાક પાયાના પ્રશ્નો ઉભા કરે છે.
ફરી ફરીને એ જ સવાલ પૂછવો પડે કે જ્ઞાતિવાદની વાત કરનારા નેતાઓ જ ખરેખર બંધબારણે જ્ઞાતિવાદને પોષે છે કે નહીં. માત્ર જ્ઞાતિવાદી એક્તાથી ગુજરાતને શું મળ્યું અથવા ગુજરાતે શું ગુમાવ્યું, હિંદુ એક્તા અંગે ચિંતા વ્યક્ત કરવાનો સમય કેમ આવ્યો. સમાજથી દેશનો વિકાસ થાય છે તે હકીકત છે પણ સમાજનો અર્થ જ્ઞાતિ સમૂહ તરીકે જ કેમ કરવામાં આવે છે.
જ્ઞાતિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો
જ્ઞાતિવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચિંતા વ્યક્ત કરી છે. હિંદુઓમાં એક્તાની વાત અંગે નીતિન પટેલે ચિંતા વ્યક્ત કરી છે. સમાજની શક્તિથી દેશનો વિકાસ શક્ય છે. અહીં સમાજનો અર્થ જ્ઞાતિસમૂહ એવો સંકુચિત ન કરવો જોઈએ. માત્ર જ્ઞાતિની એક્તાથી રાજ્ય અને દેશને નુકસાન છે. રાજકારણને કારણે જ જ્ઞાતિવાદ વધ્યો કે કેમ તે મહત્વનો સવાલ છે.
- હિંદુ ધર્મ જ્ઞાતિઓથી બનેલો છે
- હિંદુ એક્તા ઓછી તે આપણી કમનસીબી
- હિંદુઓમાં જ્ઞાતિ એક્તા વધુ છે
જ્ઞાતિવાદ અંગે નીતિન પટેલે શું કહ્યું?
આ બાબતે પૂર્વ ડેપ્યુટી મુખ્મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, હિંદુ ધર્મ જ્ઞાતિઓથી બનેલો છે. હિંદુ એક્તા ઓછી તે આપણી કમનસીબી છે. હિંદુઓમાં જ્ઞાતિ એક્તા વધુ છે. જ્ઞાતિ ઉપર કોઈ મુશ્કેલી આવે તો બધા દોડતા થઈ જાય છે. જ્ઞાતિ માટે લોકો કંઈપણ કરવા તૈયાર થઈ જાય. ત્યારે ધર્મ, સંસ્કૃતિ કે દેશ ઉપર આપતિ વખતે જવાબદારીથી દૂર ભાગવાની વૃતિ લોકોમાં જોવા મળી રહી છે. ધર્મની રક્ષા કરવાની વાત આવે ત્યારે મારે એકલાએ શા માટે કરવાનું તેવી વૃતિ તે સમજાતું નથી.
- જ્ઞાતિ માટે લોકો કંઈપણ કરવા તૈયાર થઈ જાય
- ધર્મ, સંસ્કૃતિ કે દેશ ઉપર આપતિ વખતે જવાબદારીથી દૂર ભાગવાની વૃતિ
- ધર્મની રક્ષા કરવાની વાત આવે ત્યારે મારે એકલાએ શા માટે કરવાનું તેવી વૃતિ
સિક્કાની આ બાજુ પણ સમજવી જરૂરી
નીતિન પટેલે જ્ઞાતિ એક્તા અંગે અન્ય મુદ્દો પણ રજૂ કર્યો હતો. જ્ઞાતિ કે સમાજની એક્તાથી ધર્મની એક્તા પણ બને છે. ભગવાનના નામે આપણે બધા એક થઈ જઈએ છીએ. કુળદેવી ભલે કોઈ એકના હોય, દર્શન કરવા લાખો લોકો જાય છે.
- નીતિન પટેલે જ્ઞાતિ એક્તા અંગે અન્ય મુદ્દો પણ રજૂ કર્યો
- જ્ઞાતિ કે સમાજની એક્તાથી ધર્મની એક્તા પણ બને છે
- ભગવાનના નામે આપણે બધા એક થઈ જઈએ છીએ
રાજકારણ અને જ્ઞાતિવાદ
રાજકીય વ્યક્તિ લોકોને આકર્ષીને મત મેળવે છે. તેને મળેલા મત ચોક્કસ જ્ઞાતિ, સમાજના હોય છે. દરેક વ્યક્તિ ચોક્કસ સંપ્રદાય, સમાજ કે જ્ઞાતિ સાથે સંકળાયેલો છે. રાજકીય વ્યક્તિ જાણે છે કે ક્યારે ક્યુ કાર્ડ રમવું. સરવાળે નેતાઓ એવું ચિત્ર ઉપસાવે છે તેઓ કોઈ જ્ઞાતિના વિરોધી નથી. મતવિસ્તારની વાત આવે ત્યારે નેતા કોના સમર્થક છે તેનો ચોક્કસ સંકેત આપે છે. નેતાઓનો હેતુ માત્ર મત મેળવવાનો જ છે. મત કઈ ઓળખના આધારે મળશે તેનો અભ્યાસ નેતાઓ સતત કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે