Abhayam News
AbhayamPolitics

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર

The government's picture is clear in Rajasthan too

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર છત્તીસગઢ, મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ સરકાર રચાઈ ગઈ છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સાંગાનેરના ધારાસભ્ય ભજનલાલ શર્માને સીએમ, જયપુર રાજઘરાનાની રાજકુમારી દિયા કુમારી બૈરવાને ડેપ્યુટી સીએમ જાહેર કરાયાં હતા.

The government's picture is clear in Rajasthan too

જયપુર રાજઘરાનાના દિયા કુમારીને પણ સરકારમાં મોટું પદ મળ્યું છે. દિયા કુમારીને ડેપ્યુટી સીએમ બનાવાયા છે. દિયા કુમારી જયપુરમાં વિદ્યાનગરના ધારાસભ્ય છે. 

પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં ભજનલાલ

સીએમ ભજનલાલ પહેલી વાર ધારાસભ્ય બનીને સીએમ બન્યાં છે. તેઓ અમિત શાહ અને સંઘ નજીકના છે. 

ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં

મુખ્યમંત્રી પસંદ કરવામાં છત્તીસગઢ અને મધ્યપ્રદેશની જેમ ભાજપે રાજસ્થાનમાં પણ ચોંકાવ્યાં છે. રાજસ્થાનમાં પણ નવા ચહેરાને સીએમ પદે બેસાડાયા છે. વસુંધરા રાજ, બાબા બાલકનાથ જેવા મહારથીઓને પછાડીને ભજનલાલ શર્માએ સીએમની ખુરશી મેળવી લીધી છે. રાજધાની જયપુરમાં મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ભાજપે રાજનાથસિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેયને રાજસ્થાન સીએમ નક્કી કરવાની જવાબદારી સોંપી હતી. જે પ્રમાણે 3 ધારાસભ્યો બપોરે જયપુર પહોંચ્યા હતા અને ધારાસભ્ય દળની બેઠક શરુ કરી કરાઈ હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

12મું પાસ ગુજરાતીઓને USAમાં ઘૂસાડવાનું ષડ્યંત્ર

Vivek Radadiya

સુરત સિવિલે ખાતે કાર્ડધારકો દોડી ગયા : મા અમૃતમ કાર્ડ યોજના બંધ થવાની નથી : સરકારનો ખુલાસો

Abhayam

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : દેશના ઈતિહાસમાં સૌ પ્રથમ વાર 38 દોષિતોને ફાંસીની સજા…

Abhayam