Abhayam News
AbhayamGujarat

આ ફળની ખેતીથી ખેડૂતો થયા સદ્ધર

આ ફળની ખેતીથી ખેડૂતો થયા સદ્ધર

આ ફળની ખેતીથી ખેડૂતો થયા નવસારીમાં ખેડૂતો મોટા પાયે શિંગોડાની ખેતી કરે છે. શિંગોડાને આયુર્વેદની દૃષ્ટીએ વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે. શિંગોડાની બજાર માંગ પુષ્કળ છે. શિંગોડાની ખેતી દ્વારા નવસારીના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. આવો શિંગોડાના ફાયદા જાણીએ.

વિવિધ ઋતુમાં આવતા સીઝનલ ફળો અને શાકભાજી ખાવાની મજા જ કંઇંક અલગ હોય છે. ઋતુ પ્રમાણે અમુક ખાસ ફળ અથવા શાકભાજી ખાવાથી શરીરને પણ અનેક ફાયદા થતા હોય છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે બજારોમાં ઘણા મોસમી ફળો અને શાકભાજી આવી પહોંચ્યા છે. એક જાણીતું ફળ શિંગોડા પણ છે, શિંગોડું પાણીમાં થતી એક વેલનું ફળ છે. શિંગોડાનો ઉપયોગ ઉપવાસમાં પણ કરવામાં આવે છે. શિંગોડાનો ઉપયોગ કાચા ગ્રહણ કરીને, બાફીને અને લોટના રૂપે પણ કરી શકાય છે. લોકો શિંગોડાનું શાક અને અથાણું પણ બનાવે છે.

શિંગોડાની બજાર માંગ સારી, નવસારીના ખેડૂતો થયા સદ્ધર 

નવસારીમાં પણ શિંગોડાની ખેતી મોટા પ્રમાણમાં થતી હોય છે.  શિંગોડાની બજાર માંગ પણ ઘણી સારી છે. ખેડૂતો શિંગોડાની ખેતી દ્વારા સારી આવક મેળવીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ શિંગોડા ખેડૂતો માટે વરદાન સ્વરૂપ બન્યા છે.

આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી છે શિંગોડા

જો કે,  શિંગોડાને આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. શિંગોડામાં વિટામીન-A, વિટામીન-C, મેંગેનીઝ, પ્રોટીનથી ભરપૂર હોય છે. શિંગોડામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલેરી હોય છે. શિંગોડા પુષ્કળ પ્રમાણમાં ફાઈબર્સની માત્રા ધરાવેે છે.આથી શિંગોડાનો ઉપયોગ વજન ઘટાડવામાં માટે પણ થાય છે. શિંગોડા ખાવાથી ભૂખ લાગતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત

Vivek Radadiya

Dunki Box Office Collection: હિટ કે ફ્લોપ?

Vivek Radadiya

Reliance Jio એ લોન્ચ કર્યું જિયો સ્પેસફાઈબર

Vivek Radadiya