રામલલા માટે સરકાર વસ્ત્રોના પૈસા પણ નહોતી આપતી શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર છે અને 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. મંદિરના ઉદ્ઘાટન, અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રામ મંદિર સાથે જોડાયેલ દરેક વાત જાણવા માટે લોકો ઉત્સુક રહે છે એવામાં હાલ મંદિરના પૂજારીઓ વિશે પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
જણાવી દઈએ કે 3000 અરજદારોમાંથી 50 પૂજારીઓની પસંદગી કરવામાં આવી છે. પરંતુ આજે આપણે એ પૂજારી વિશે વાત કરીશું જેને મંદિરના મુખ્ય પૂજારી કહેવામાં આવે છે, એમનું નામ છે પંડિત સત્યેન્દ્ર દાસ જી..
રામલલા માટે સરકાર વસ્ત્રોના પૈસા પણ નહોતી આપતી
સત્યેન્દ્ર દાસ રામજન્મભૂમિના મુખ્ય પૂજારી છે. તેઓ આજથી નહીં પરંતુ છેલ્લા 32વર્ષોથી રામલલાની પૂજા કરી રહ્યા છે. બાબરી ધ્વંસના 9 મહિના પહેલા 1992માં રામલલાની પૂજા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી. સત્યેન્દ્ર દાસ હવે 80 વર્ષના થઈ ગયા છે એમ છતાં રામલલાની પૂજા માટે તેમના સ્થાને કોઈ અન્ય મુખ્ય પૂજારીની પસંદગી કરવામાં આવી નથી. મહત્વનું છે કે સત્યેન્દ્ર દાસ મુખ્ય પૂજારી તરીકે નવા મંદિરમાં રામલલાની પૂજા કરશે. સત્યેન્દ્ર દાસજીએ પોતે કહ્યું હતું કે, મેં લગભગ 3 દાયકા રામલલાની સેવામાં વિતાવ્યા છે અને જ્યારે પણ મને તક મળશે, હું મારું બાકીનું જીવન તેમની સેવામાં પસાર કરવા માંગુ છું.
જ્યારે સત્યેન્દ્ર દાસને 1992માં રામજન્મભૂમિમાં મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમને 100 રૂપિયાનું મહેનતાણું મળતું હતું. જો કે, તેની સાથે તેણે સ્કૂલમાં પણ ભણાવ્યું, જ્યાંથી તેને પૂરતો પગાર મળતો રહે અને જીવનગુજારો ચાલતો રહે. સત્યેન્દ્ર દાસ 2007માં શિક્ષકના પદ પરથી નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ પૂજારી તરીકે તેમનું મહેનતાણું વધારીને 13 હજાર રૂપિયા અને સહાયક પૂજારીને 8 હજાર રૂપિયા મળતા હતા.
સત્યેન્દ્ર દાસ બાબરી ધ્વંસની ઘટનાના સાક્ષી હતા
1992માં જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે સત્યેન્દ્ર દાસ ત્યાં હાજર હતા. આ વિશે વાત કરતાં એમને કહ્યું હતું કે આ ઘટના સવારે 11 વાગ્યે બની હતી. પૂજારીઓને રામલલાને ભોજન અર્પણ કરવા અને પડદો લગાવી દેવા માટે કહેવામાં આવ્યું હતું. સત્યેન્દ્ર દાસે પણ એવું જ કર્યું. જો કે બાબરી ધ્વંસ થતાં જ તેઓ રામલલાને ઉપાડીને ત્યાંથી ચાલ્યા ગયા, જેથી તેમને નુકસાન ન થાય. સત્યેન્દ્ર દાસને આશા હતી કે એક દિવસ રામલલા ફરી મંદિરમાં સ્થાપિત થશે અને એમનું ભવ્ય મંદિર ચોક્કસપણે બનાવવામાં આવશે. હવે જ્યારે અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે, તો સત્યેન્દ્ર દાસનું એક સ્વપ્ન જેવું લાગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે