Abhayam News
AbhayamNews

આઈસોલેશન વોર્ડમાં 70 વર્ષના દાદા સાજા થયાની ખુશીમાં પરિવારે આઈસોલેશન વોર્ડમાં દરેકને લાડવા ખવડાવ્યા …

 સુરતમાં વધતી જતા કોરોનાની મહામારીના સુવિધાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સુરતની ઘણી બધી સામાજીક સંસ્થો દ્વારા અન્ય લોકો સાથે મળીને ઓક્શીજન સાથેના બેડની તેમજ અમુક જગ્યાએ હોમ અઈસોલેશનની જગ્યાએ વિવિધ કોમ્યુનીટી હોલમાં સેન્ટરો શરુ કરવામાં આવ્યા હતા.

આઈસોલેશન સેન્ટર ખરેખર નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે ખુબજ આશિર્વાદરૂપ બની રહ્યું છે, સેવા સંસ્થા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત પ્રેરિત અને સુદામા ગ્રુપ , મોટા વરાછા યુવા બ્રીગેડ, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરીષદ અને બીજી સંસ્થાઓ દ્વારા આયોજીત મોટા વરાછા સુદામા ચોક ખાતે ચાલતું નિઃશુલ્ક કોવીડ આઇસોલેશન સેન્ટર દ્વારા આજે વધુ 7 દર્દીઓને વાજતે ગાજતે ઢોલનગારા અને કરતાલનાં સુરે રજા આપવામા આવી હતી,

જેમાં એક ડિસ્ચાર્જ દર્દી પરિવાર દ્વારા બીજા પોઝીટીવ દર્દી, દર્દીના સગા સબંધી અને સ્વયંસેવકો માટે લાડવા બનાવી સેન્ટર પર દરેકનાં મોં મીઠા કરી વિદાય લીધી હતી. અત્યાર સુધીમાં આ સેન્ટર પર 223 જેટલા પોઝીટીવ દર્દીઓ આવી આવી ચુક્યા છે જેમાથી 183 લોકો સંપુર્ણ સ્વસ્થ થઇને પોતના ઘરે જઇ ચુક્યા છે.

Related posts

રાજ્યના શિક્ષણમંત્રીએ ગુજરાતમાં શાળાઓ બંધ કરવા મુદ્દે જાણો શું કહ્યું….

Abhayam

સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો

Vivek Radadiya

 લક્ષદ્વીપ કેવી રીતે ભારતનો ભાગ બન્યું?

Vivek Radadiya