Abhayam News
AbhayamNews

આવતીકાલથી ગુજરાતમાં આ યોજના હેઠળ શહેરમાં શરૂ થશે વિમાની સેવા..

  • દિલ્હી, સુરત અને મુંબઇ માટે સીધી વિમાની સેવા.
  • કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.

ભાવનગર માટે નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. જે અંતર્ગત ભાવનગર થી આવતીકાલથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટ ની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.

આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની ફલાઇટને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરી આ નવી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવશે.

આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘ઉડે દેશ કા આમ આદમી’, ‘ઉડાન યોજના’ હેઠળ દેશમાં નાના શહેરોને પણ એર કનેક્ટિવિટીથી જોડવાનું જે અભિયાન ઉપાડ્યું છે તેમાં ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું આ નવું સોનેરી સોપાન બની રહેશે.

ભાવનગર ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે.

વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે.

જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

આમ, અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

આવતીકાલથી દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. ૨૧ ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફ્લાઈટ ગુરુવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ABG શિપયાર્ડ સામે CBIમાં FIR:-28 બેંકો સાથે રૂપિયા આટલા કરોડની ઠગાઈની ફરિયાદ…

Abhayam

‘એનિમલ’ પરથી ‘આલ્ફા મેલ’ શબ્દ આવ્યો ચર્ચામાં

Vivek Radadiya

ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની T20 સીરિઝ રમાશે

Vivek Radadiya