ભારતમાં થઈ શકે છે ટેસ્લાની એન્ટ્રી! Tesla In India: PMOએ સંબંધિત મંત્રાલયો અને અધિકારીઓને કહ્યું છે કે ટેસ્લા સાથે જોડાયેલા રોકાણોને તમામ પ્રકારની મંજૂરી જાન્યુઆરી સુધી આપવામાં આવે. તેના પહેલા ઈવી ઈમ્પોર્ટ પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
- ભારતમાં થઈ શકે છે ટેસ્લાની એન્ટ્રી
- ચીનને આ કારણે લાગશે મરચા
- ઈવી ઈમ્પોર્ટ પોલિસીમાં થશે ફેરફાર
પહેલા એપલ અને હવે ટેસ્લા, ચીનને સતત બીજો ઝટલો લાગી શકે છે. હાલ અમેરિકાની કંપનીઓનો ચીનમાં દબદબો હતો. ચીનની ઈકોનોમીની રફ્તાર અને રોજગાર બન્ને આ કંપનીઓના દમ પર હતા.
અમેરિકાની સાથે ચીનના સંબંધ અને પછી ચીનની કોવિડ પોલિસીની કારણે એપલે પહેલા પોતાનો રસ્તો અલગ કર્યો અને ભારતની તરફ આવ્યા. હવે ટેસ્લા પણ ભારતમાં આવી શકે છે. સરકારી વિભાગ જાન્યુઆરી 2024 સુધી બધી જરૂરી મંજૂરી આપવાના કામમાં લાગી ગયું છે.
ટોપ અધિકારીઓ સાથે બેઠક
ઈટીના જાણકારોએ જણાવ્યું કે પીએમઓએ ટેસ્લાના ઈવેસ્ટમેન્ટ પ્રપોઝલ સહિત દેશમાં ઈવી મેન્યૂફેક્ચરિંગના બજા ફેઝની મુલાકાત લેવા સોમવારે ટોપ અધિકારીઓની સાથે બેઠક કરી છે.
જાણકારો અનુસાર આ બેઠકનો એજન્ડા પોલિસી મામલા પર ફોકસ્ડ રહેવાનો હતો પરંતુ દેશમાં ટેલ્સાના પ્રસ્તાવિત રોકાણને જાન્યુઆરી 2024 સુધી ઝડપથી મંજૂરી આપવાની વાત કહેવામાં આવી છે.
ઈવી પોલિસીમાં થઈ શકે છે ફેરફાર
ટેસ્લાને ભારતમાં લાવવા અને તેની આ વાતને માનવા માટે સરકાર પોતાની ઈવી પોલિસીમાં ફેરફાર કરી શકે છે. તેના માટે આ પોલિસીમાં એક નવી કેટેગરીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.
આમ તો અધિકારીઓનું કહેવું છે કે આ નવી કેટેગરીને લાવવાનો મતલબ એ નથી કે તે ફક્ત ટેસ્લા માટે જ કરવામાં આવી રહ્યું છે. દુનિયાની ઘણી ઈવી મેકર જે ભારતમાં મેન્યુફેક્ચરિંગ લગાવવા માંગે છે તો તેને આ સુવિધાનો લાભ મળશે.
ચીનને લાગી શકે છે ઝટકો
ત્યાં જ બીજી તરફ ચીનમાં સતત ટેસ્લાનું વેચાણ ઓછુ થઈ રહ્યું છે. ઘણા વખત કિંમતોમાં ઘટાડા બાદ પણ તેને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. અહીં સુધી કે ચીનની બીવાઈડીને ખૂબ જ ફાયદો થયો છે.
આજ કારણ છે કે ટેલ્સા ભારતને પોતાનું નેક્સ્ટ માર્કેટ બનાવવા માંગે છે. સાથે જ અહીં મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવીને એશિયા અને સાઉથ એશિયા માર્કેટને ટાર્ગેટ કરવા માંગે છે. બીજી બાજુ ચીનથી ટેસ્લા એક્ઝિટ કરે તો તેને મોટો ઝટકો લાગી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે