Abhayam News
AbhayamNews

ગુજરાતના આ જિલ્લામાં સંક્રમણ વધતા 10 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન…

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબુ બન્યું છે. બનાસકાંઠાના ડીસામાં સ્વૈચ્છિક દસ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. વેપારીઓ અને વ્યવસાયિકોએ દસ દિવસ સુધી કામકાજ તેમજ વ્યાપારી પ્રવૃતિ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સતત અને સખત રીતે વધી રહેલા સંક્રમણને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે.

ગ્રામજનોને પણ કોરોનાની ગાઈડલાઈન્સનો ચુસ્તપણે અમલ કરવા અપીલ કરવામાં આવી છે. પાલનપુર અને ડીસા કોરોના વાયરસનું હોટસ્પોટ સાબિત થઈ રહ્યા છે. ડીસાના વેપારીઓએ સંક્રમણની ચેઈન તોડવા માટે વ્યાપારી પ્રવૃતિમાં અલ્પવિરામ મૂકવા માટેનો મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના અનેક તાલુકાઓ તથા જિલ્લાઓમાં સ્વૈચ્છિ લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે, જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી ન થાય અને પરેશાન ન થવું પડે એ માટે તંત્ર તરફથી પણ છૂટ આપવામાં આવી છે. બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 233 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 30 લોકોનાં મોત નીપજ્યા છે.

રાજ્યમાં બીજી લહેરને અટકાવવા માટે  અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા ક્લેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલે જણાવ્યું હતું કે, શક્તિપીઠ અંબાજી મંદિર આગામી તા.5મી મે સુધી બંધ રહેશે. પ્રવાસીઓ કે ભાવિકોને કોઈ પ્રકારે પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત શક્તિપીઠ મંદિર, ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામગૃહ, પથિકાશ્રમ તેમજ અંબિકા ભોજનાલય તા.5 મે સુધી બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર બંધ રહેતા દિવસભર મુખ્યરસ્તાઓ સુમસામ રહ્યા હતા.

આ ઉપરાંત દાંતીવાડા ગામ તથા બીએસએફ કોલોનીમાં સંક્રમણ અટકાવવા સાત દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દાંતીવાડા પોલીસ તથા ટીડીઓએ વેપારીઓને મૌખિક સુચના આપી છે. તાલુકા વિકાસ અધિકારી અને પોલીસે સંક્રમણની ચેઈન તોડવા માટે શરતી લોકડાઉનના આદેશ કર્યા છે. બુધવારે પણ વેપારીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી તરફ પાટણમાં એક જ દિવસમાં 200થી વધારે કેસ આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઈ છે.રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે અનેક પાસાઓ પર પ્રયાસ કરવામાં આાવી રહ્યા છે. સૌરાષ્ટ્રના પણ અનેક ગ્રામ્ય વિસ્તારમાં સ્વૈચ્છિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

Related posts

સુરત ની સેવા એ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ખડે પગે કરી રહ્યું છે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા….

Abhayam

પેઇનકિલર લેતા હોવ તો થઈ જજો સાવધાન

Vivek Radadiya

વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો !

Vivek Radadiya

12 comments

Comments are closed.