વર્ષ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસ મામલે આજે વિશેષ અદાલતમાં સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે.
આ કેસમાં 49 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવેલા છે અને રાજ્ય સરકાર દ્વારા આકરી સજાની માગણી કરવામાં આવી હતી.
કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો અને કહ્યું હતું કે, આરોપીઓ રજૂઆત કરી શકે છે અને દરેક આરોપીને સાંભળવા જરૂરી છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે શુક્રવારે વિશેષ અદાલતે દોષિતોને સાંભળ્યા હતા. ત્યાર બાદ સોમવારે એટલે કે, 14 ફેબ્રુઆરીના રોજ આરોપીઓના વકીલ વિશેષ અદાલત સમક્ષ રજૂઆત કરશે. આ કેસની વધુ સુનાવણી સોમવારના રોજ હાથ ધરવામાં આવશે.
આ કેસમાં 78 પૈકીના 49 આરોપીઓ UAPA અંતર્ગત દોષી જાહેર થયા હતા જ્યારે 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. આ કેસની ટ્રાયલ શરૂ થઈ અને ત્યારથી ચુકાદો અનામત રહ્યો ત્યાં સુધીમાં કુલ 8 જજોએ સુનાવણી યોજી હતી.
અમદાવાદના ઈતિહાસનો એ કાળો દિવસ જ્યારે 26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા.
આ કેસમાં 14 વર્ષ સુધી ચાલેલી લડત બાદ મંગળવારે ઐતિહાસિક ચુકાદામાં દેશમાં પહેલી વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
બોમ્બ બ્લાસ્ટની તે ઘટનામાં 20 સ્થળોએ 21 ધડાકા થયા હતા જેમાં 56 લોકોના મોત થયા હતા અને 200થી વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.
દરેક આરોપીને સાંભળવા જરૂરી: કોર્ટ
દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા
કોર્ટ સમક્ષ એક પછી એક આરોપીઓની રજૂઆત
મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી, ઘર પણ નથીઃ આરોપી નં- 4
13 વર્ષ જેલમાં રહ્યો છું, મારી વર્તણૂક ધ્યાનમાં લેજોઃ આરોપી નં- 4
મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નથીઃ આરોપી નં- 8
વધુ સજા આપશો તો પરિવારની હાલત ખરાબ થશેઃ આરોપી નં- 8
મેં ઘણો અભ્યાસ કર્યો છે, ડિગ્રીઓ મેળવી છેઃ આરોપી નં- 4
મને ખોટી રીતે દોષિત ઠેરવ્યોઃ આરોપી નં- 7
મારા પર પત્ની અને બાળકોની જવાબદારીઃ આરોપી નં- 6
આ કેસમાં બુધવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સજાની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે તા. 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…