તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો બંધ થઈ જશે Taarak Mehta Ka Ooltah Chashmah: મુંબઇ. ટીવીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે કે, આ શો ઓફ એર થવાનો છે. શો પાછલા કેટલાંક સમયથી વિવાદોમાં રહેવાના કારણે ચર્ચામાં છે. TMKOCના મુખ્ય કલાકારો આ શો છોડી ચુક્યા છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો બંધ થઈ જશે
6 વર્ષ પહેલા દયાબેનનો રોલ કરનાર દિશા વાકાણીએ તેને અલવિદા કહી દીધું હતું. ત્યારથી લઇને અત્યાર સુધીમાં શોમાં દયાનું કેરેક્ટર નિભાવવા માટે કોઇની એન્ટ્રી નથી થઇ.
મેકર્સ તરફથી વારંવાર દાવો કરવામાં આવ્યો છે કે, દયાબેન જલ્દી જ શોમાં પરત આવશે, પરંતુ હજુ સુધી એવું બન્યું નથી. થોડા દિવસ પહેલા પ્રોમોમાં બતાવવામાં આવ્યું હતું કે, દયા પરત આવી રહી છે. પરંતુ જ્યારે એવું ન બન્યું તો સોશિયલ મીડિયા યુઝર્સે શોના બોયકોટની વાત કરી. તે બાદ એવા સમાચાર આવ્યાં કે, આ શો જલ્દી જ બંધ થવાનો છે. હવે તેના પર પ્રોડ્યુસર અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, અસિત મોદીએ હાલમાં જ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઓફ એર નથી થઇ રહ્યો. તેમણે કહ્યું કે, હું મારા દર્શકોનું મનોરંજન કરવા માટે અહીં છું અને તેમને ક્યારેય કશું ખોટુ નહીં કહું.
અસિત મોદીએ કહ્યું કે, ફક્ત કેટલીક પરિસ્થિતિઓના કારણે અમે દયાના કેરેક્ટરને સમયસર પરત નથી લાવી શકતાં. પરંતુ તેનો અર્થ એ નથી કે અમે શોમાં કેરેક્ટરને પરત નહીં લાવીએ. પછી તે દિશા વાકાણી હોય કે અન્ય કોઇ, સમય પર તમને ખબર પડી જ જશે.
દર્શકોને હું વચન આપુ છું કે દયા પાછી જરૂર આવશે અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ક્યાંય નથી જઇ રહ્યો. એક કોમેડી શોને 15 વર્ષ સુધી ચલાવવો કોઇ સરળ કામ નથી. તે પોતાનામાં જ અનોખો છે, જેમાં એક પણ લીપ નથી જોવા મળ્યો, તેમ અસિત મોદીએ વધુમાં કહ્યું હતું.
તમને જણાવી દઇએ કે વર્ષ 2017માં દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. ત્યારથી અત્યાર સુધીમાં શોના દર્શકો દયાબેનને શોમાં ફરીથી જોવા માટે રાહ જોઇ રહ્યાં છે. તેના પર અસિત મોદીએ ઘણા મહિના પહેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કેરેક્ટર માટે પસંદગી કરવી સરળ નથી અને કોઇપણ એક્ટ્રેસ માટે દિશાની ભૂમિકા નિભાવવી એક મોટો પડકાર હશે. અમને આ ભૂમિકા માટે એક શાનદાર કલાકારની જરૂર છે. તે બાદ ઘણી એક્ટ્રેસીસનું નામ સામે આવ્યું, પરંતુ શોમાં દયાબેનની વાપસી હજું સુધી નથી થઇ.
સોશિયલ મીડિયા પર #BoycottTMKOC ટ્રેન્ડ થયું: સોશિયલ મીડિયા પર શોના બહિષ્કારની માગ ઉઠી રહી છે. ટ્વિટર પર #BoycottTMKOC ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સનું કહેવું છે કે, મેકર્સ શોની ટીઆરપી વધારવા માટે દયાની વાપસીનો ઉલ્લેખ કરે છે પરંતુ વર્ષોથી તે નથી થઇ શક્યું. તેનાથી દર્શકો ખૂબ જ નારાજ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે