Abhayam News
AbhayamNewsPolitics

ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર

Ram Rahim out of jail once again before elections

ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર ઘણા એવા પ્રસંગો હતા જેમાં ગુરમીત રામ રહીમને પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર લાવવાના સમય પર પ્રશ્નો ઉભા થયા હતા. રાજસ્થાનમાં 25મી નવેમ્બરે મતદાન છે, તેના 4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફર્લો મળી ગયો છે અને તે જેલની બહાર આવ્યો છે. જોકે તમને જણાવી દઈએ તો ગુરમીત રામ રહીમને ફેબ્રુઆરી 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ મળ્યો હતો.

Ram Rahim out of jail once again before elections

ચૂંટણી પહેલા રામ રહીમ ફરી એકવાર જેલમાંથી બહાર

હત્યા અને બળાત્કારના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ ફરી એક વખત જેલમાંથી બહાર આવ્યો છે. આ વખતે 21 દિવસની છૂટ મળી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ રામ રહીમ ફરી એકવાર ઉત્તર પ્રદેશના બાગપત સ્થિત બરનવા આશ્રમમાં રોકાશે. પરંતુ આ વખતે રામ રહીમને પેરોલ કે ફર્લો આપવાના સમયને લઈને સવાલો ઉભા થયા છે.

Ram Rahim out of jail once again before elections

તમને જણાવી દઈએ કે ગુરમીત રામ રહીમ મૂળ રાજસ્થાનના શ્રીગંગાનગરના ગુરુસર મોડિયા ગામનો રહેવાસી છે. ગુરમીત રામ રહીમનો હરિયાણા અને પંજાબની સરહદે આવેલા રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં મોટો આધાર હોવાનું માનવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજસ્થાનમાં ચૂંટણી તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે ગુરમીત રામ રહીમનો રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, ચુરુ સહિત અનેક જિલ્લાઓમાં દબદબો છે. અહીંના લગભગ દરેક જિલ્લામાં ડેરા સચ્ચા સૌદાના આશ્રમો છે, જ્યાં મોટી સંખ્યામાં અનુયાયીઓ તેમની સાથે જોડાયેલા છે. ત્યારે આવા સમયે રામ રહિમને જેલની બહાર લાવવાને લઈને પ્ર્શ્ન ઉભા થયા છે.

ક્યારે ક્યારે જેલથી બહાર આવ્યો રામ રહિમ?

ગુરમીત રામ રહીમ 25 ઓગસ્ટ 2017થી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેને 24 ઓક્ટોબર 2020ના રોજ પ્રથમ વખત 24 કલાક માટે પેરોલ આપવામાં આવ્યો હતો. 21 મે 2021ના રોજ ગુરમીત રામ રહીમને તેની બીમાર માતાને મળવા માટે પેરોલ મળ્યો હતો

  • 7 ફેબ્રુઆરી 2022ના રોજ ગુરમીત રામ રહીમને 21 દિવસ માટે ફર્લો મળ્યો હતો.
  • 17 જૂન, 2022ના રોજ 30 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 15 ઓક્ટોબર 2022 ના રોજ 40 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 21 જાન્યુઆરી 2023 ના રોજ 40 દિવસ માટે પેરોલ મળ્યો.
  • 20 જુલાઈ, 2023 ના રોજ 30 દિવસ માટે પેરોલ મળ્યો.
  • ગુરમીત રામ રહીમને 15 ઓગસ્ટ 2023ના રોજ તેમના જન્મદિવસના અવસર પર પેરોલ આપવામાં આવ્યો હતો.
Ram Rahim out of jail once again before elections

જેલમાંથી બહાર લાવવાના સમય પર ઉઠ્યા સવાલ

ઘણા એવા પ્રસંગો હતા જેમાં ગુરમીત રામ રહીમને પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર લાવવાના સમય પર પ્રશ્નો ઉભા થયા હતા. રાજસ્થાનમાં 25મી નવેમ્બરે મતદાન છે, તેના 4 દિવસ પહેલા જ ગુરમીત રામ રહીમને ફરી એક વાર ફર્લો મળી ગયો છે અને તે જેલની બહાર આવ્યો છે. જોકે તમને જણાવી દઈએ તો ગુરમીત રામ રહીમને ફેબ્રુઆરી 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પેરોલ મળ્યો હતો. આ પછી, હરિયાણા નાગરિક ચૂંટણી દરમિયાન પણ, ગુરમીત રામ રહીમ પેરોલ પર બહાર હતા અને સતત ઓનલાઈન સત્સંગ કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા હતા.

Ram Rahim out of jail once again before elections

આ દરમિયાન અનેક સરપંચો અને મહાનગરપાલિકાના વિવિધ હોદ્દા માટેના ઉમેદવારો તેમના સત્સંગમાં માથું ટેકવતા જોવા મળ્યા હતા. આ સમય દરમિયાન અનેક સરપંચો અને મહાનગરપાલિકાના વિવિધ હોદ્દા માટેના ઉમેદવારો તેમના સત્સંગમાં વંદન કરતા જોવા મળ્યા હતા.

હરિયાણાના સિરસાની આદમપુર અને એલેનાબાદ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી દરમિયાન ચૂંટણી પહેલા ગુરમીત રામ રહીમને પેરોલ આપવામાં આવ્યો હતો. ગુરમીત રામ રહીમ તેની 37 મહિનાની સજા દરમિયાન 9મી વખત પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી બહાર આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે……

Related posts

સી.આર.પાટીલે આપી ચીમકી જાણો શુ છે ?…

Abhayam

ધૈર્યરાજની જેમ અઢી માસના વિવાનને જરૂર છે.16 કરોડના ઇન્જેક્શનની, પિતાએ મદદ માગી..

Abhayam

રોકાણકાર માટે શરૂ કરવામાં આવી શાનદાર સુવિધા 

Vivek Radadiya