ખેડાના નડિયાદમાં 5 યુવકોના શંકાસ્પદ મૃત્યુ ખેડા જીલ્લામાં નડીયાદના બિલોદરા અને ખેડાના બગડું ગામમાં મળી કુલ 5 યુવાનોના શંકાસ્પદ મોત મામલે હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ 5 લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. આ તરફ પરિવારજનો કથિત લઠ્ઠાકાંડની આશંકા સેવી રહ્યાં છે. આ બધાની વચ્ચે VTV ગુજરાતીની ટીમ જ્યારે બિલોદરા ગામે પહોંચી તો અમને અહીં રસ્તાની બાજુમાં શંકાસ્પદ પીણાંની બોટલો જાહેરમાં વેચાતી હોવાના પુરાવા મળ્યા હતા. આ સાથે ખાલી બોટલો અને ગ્લાસનો ઢગ જોવા મળ્યો હતો. જોકે પોલીસે પણ 3 વ્યક્તિની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા શંકાસ્પદ રીતે 5 યુવકોના મોત
નડીયાદના બિલોદરામાં નટુભાઈ, અશોકભાઈ, અર્જુન સોઢા નામના યુવકનું અને ખેડાના બગડુ ગામમાં અલ્પેશ સોઢા, મિતેષ ચૌહાણ નામના યુવકોના શંકાસ્પદ મોત થયા છે. મિતેષ ચૌહાણ મહેમદાવાદના વડદલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, મિતેષ જ અલ્પેશ દવાખાને લઈ ગયો હતો. આ તરફ પેઢામાં દુ:ખાવા બાદ આખા શરીરે દુખાવો થયો હતો અને કલાક બાદ આંખો દેખાતું બંધ થયું હતું. મહેમદાવાદના વેદ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. આ તરફ હવે બગડું ગામના ભરતપુર પરામાં શોકનો માહોલ છે.
ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરી
આ તરફ 5 યુવકોના મોત બાદ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. વિગતો મુજબ ખેડા પોલીસે 3 શખ્સોની અટકાયત કરાઇ છે. પોલીસ દ્વારા આ 3 વ્યક્તિઓની પૂછપરછ કરાઈ રહી છે. ત્રણેય શખ્સોમાંથી એક બિલોદરા ગામનો રહેવાસી હોવાનું ખૂલ્યું છે. આ તરફ નડિયાદ અને અમદાવાદના શખ્સોની અટકાયત કરાઈ છે. વિગતો મુજબ અમદાવાદનો શખ્સ સીરપ સપ્લાય કરતો હતો અને નડિયાદ શખ્સ વચેટિયાઓ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
જાણો શું હતી સમગ્ર ઘટના ?
ખેડા જીલ્લામાં નડીયાદમાં ચાર લોકોનાં શંકાસ્પદ મોત નિપજતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે નડીયાદ પાસેનાં બિલોદરા અને બગડું ગામમાં શંકાસ્પદ 5 લોકોનાં મોત થતા વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. નડીયાદનાં બિલોદરા ગામે બે દિવસમાં 3 લોકોનાં શંકાસ્પદ મોત થયા હતા. જ્યારે મહુધા તાલુકાનાં બગડુ ગામે પણ શંકાસ્પદ મોત થયું છે. કથિત રીતે લઠ્ઠાકાંડની શક્યતા હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે
શંકાસ્પદ પીણુ પીવાથી મોત થયાની લોકોમા ચર્ચા
આ તરફ પાંચ વ્યક્તિઓનાં શંકાસ્પદ મોતોની ચર્ચાએ જોર પકડ્યું છે. VTV ગુજરાતીની ટીમે જ્યારે બિલોદરા ગામની મુલાકાત લીધી ત્યારે રસ્તા પર આવી શંકાસ્પદ બોટલો મળી આવી હતી. સ્થાનિકોમાં પણ શંકાસ્પદ પીણું પીવાથી આ લોકોનું મોત થયાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ મોતથી લોકમુખે કથિત લઠ્ઠાકાંડની વાતો ચગડોળે ચઢતા મામલો ગરમાયો હતો. પોલીસ સહિત તંત્ર પાસે આ બાબતે કોઈ નક્કર પુરાવા લાગ્યા ન હોવાનું જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે