સુરત શહેરમાં આમ આદમી પાર્ટી વિપક્ષ તરીકે બેઠી ત્યારથી સક્રિય થઇ છે. ત્યારે સુરતના પુણા પશ્ચિમ વિસ્તાર વિસ્તારના વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર પાયલ સાકરિયાના વિસ્તારમાં આવેલ ખાડીમાં ખુબ જ ગંદકી જમા થઇ છે. જેને જોતા વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સક્રિય થયા છે.
કમિશનર શ્રી,મેયર શ્રી,ડે.મેયર શ્રી ને લેખિત માં રજુઆત કરી હતી ત્યાર બાદ ફરી થી અમે લોકો એ ઝોન ઓફીસ માં લેખિત માં રજુઆત કરી છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ કરવામાં નથી આવી. હવે ચોમાસા ના ગણતરી ના દિવસો બાકી છે. ત્યારે જો ટુક સમય માં ખાડી માં સાફ સફાઈ ની કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે જેની SMC નોંધ લે.
પાયલ સાકરિયા ના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 16 પુણા પશ્ચિમ વિસ્તાર માંથી પસાર થતી ખાડી માં ખુબજ ગંદકી જમા થઈ ગઈ છે સાથે ખાડીમાં ઝાડી ઝાંખરાઓ પણ વધી ગયા છે અને તેમની ખાડી કિનારાની સોસાયટીઓ એ વારંવાર રજૂઆતો કરી છતાં SMC દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી.
પાયલ સાકરિયાએ જણાવ્યું છે કે, ખાડી માં ગંદકી ને કારણે મચ્છર નો ઉપદ્રવ વધે છે જેના લીધે આસપાસ ની સોસાયટીઓ ના રહીશો ને મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો નો સામનો કરવો પડે છે. તેમજ અમુક જગ્યાએ એટલી હદે ગંદકી ભેગી થઈ ગઈ છે કે જેના લીધે ચોમાસા માં ખાડી માં પાણી નો અટકાવ થવાના લીધે પાણી બહાર આવીને સોસાયટીઓ માં પણ ઘુસી શકે છે. તો લોકો ની માંગણી ને ધ્યાને લઈને જલ્દી માં જલ્દી ખાડી ની સફાઈ ની કામગીરી હાથ ધરવામાં નહિ આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે