Abhayam News
AbhayamNews

અમદાવાદમાં હિટ એન્ડ રન: બેફામ રસ્તા પર સૂતા શ્રમજીવીઓ પર કાર ફરી વળી….

શહેરમાં (Ahmedabad) શિવરંજની પાસે વીમા નગર નજીક સોમવારે મોડી રાતે 12.46 કલાકે હિટ એન્ડ રનની (Hit and run) ઘટના બની છે. જેમાં કારે ઝૂંપડાની બહાર રસ્તા પર નિંદ્રાધીન શ્રમજીવી પરિવારને અડફેટે લીધો હતો. આ દૂર્ઘટનામાં પરિવારની એક મહિલાનું (woman death) મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાં છે. ઇજાગ્રસ્તોમાંથી બે બાળકોને સારવાર માટે શેલ્ટર હોમ મોકલી દેવામાં આવ્યાં છે. જ્યારે અન્ય એક વ્યક્તિને સોલા સિવિલ હૉસ્પિટલમાં સરાવાર માટે લઇ જવામાં આવ્યાં છે. કાર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો કાર ઘટના સ્થળે મૂકીને જ ફરાર થયા હતા.  એન ડિવિઝન પોલીસે આ અંગે ગુનો નોંધીને આ ફરાર લોકોની તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે.

જે હિટ એન્ડ રન કરનારી કારનો નંબર GJ01RU8964 છે અને તેનો રંગ સફેદ છે. પોલીસ આ નંબર પ્લેટ પરથી વધુ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કારનાં માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોનાં આક્ષેપ પ્રમાણે, કારમાં સવાર ચાર લોકો દારૂ પીધેલી હાલતમાં હોય તેમ જણાઇ આવતું હતું.

મળતી માહિતી પ્રમાણે, મૃતક મહિલાનું નામ શતુબેન છે અને તેમની ઉંમર 45 વર્ષ છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર સંતુબેન

-બાબુભાઇ ભભોર ઉં.વ- 35
-જેતન ભાભોર
-ચેતન
-સુરેખા

તેમણે વધુમાં જણાવ્યું કે, આ જોઇને મે મારી કાર બાજુમાં મૂકીને પહેલા તો ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને પછી 108ને ફોન કર્યો. મેં જોયું ત્યારે એક ભાઇ આગળનાં વ્હીલમાં ગાડી નીચે હતા અને બે બાળકો પાછળનાં વ્હીલમાં હતા. જ્યારે મહિલાને જોઇ ત્યારે લાગ્યું કે તેમનું ત્યાં જ મોત થયું છે. આ કારમાં ચાર લોકો સવાર હતા. આ અક્સમાત બાદ લોકો તેમની પાછળ પડ્યા હતા ત્યારે બે લોકો સીધા ભાગ્યા અને બીજા બે લોકો વિરુદ્ધ દિશામાં ભાગ્યા હતા.

આ અકસ્માતનાં પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યાં પ્રમાણે, હું રાતે ઇસ્કોનથી આ તરફ આવી રહ્યો હતો. ત્યારે બે કાર જાણે હરીફાઇ કરતા હોય તેમ એકદમ પૂરપાટે ચલાવી રહ્યાં હતા. આ કાર મારી બાજુમાંથી ગઇ ત્યારે મને ગભરામણ થઇ ગઇ હતી કે, આ લોકો અકસ્માત ન સર્જે તો સારું અને થોડી દૂર આવીને જોયું તો આ અકસ્માત સર્જાયો હતો.

આરોપીને શોધવા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મોડી રાત્રે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો સ્થળે પહોંચી ગયો હતો…

શહેરમાં કોરોના મહામારીને કારણે હાલ 10 વાગ્યા બાદ કરફ્યૂ લાગી જાય છે ત્યારે સવાલ એ થાય કે, આ કારવમાં સવાર નબીરાઓ 12 વાગ્યા બાદ પણ કારની રેસ કરી રહ્યાં હોય તેમ પૂરપાટ ઝડપે જઇ રહ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ ઉમેદવારને મળ્યો માત્ર 1 મત..

Abhayam

દર્દીઓ માટે ઈએસઆઈસીએ ભર્યું મોટું પગલું

Vivek Radadiya

આ ટેણીયાએ જોરદાર ગીત ગાયું કે

Vivek Radadiya

1 comment

Comments are closed.