સુરત એટલે શુરવીરોનું શહેર. દાનવીરોનું શહેર.. કર્મનિષ્ઠ લોકોનું શહેર. કહેવામાં આવે છે કે કોઈપણ કાર્યની પહેલ કરવાની હોય ત્યારે હમેશાં આગેવાની લેવાની સિરત સુરતમાં છે. બાદમાં અન્ય લોકો તેનું અનુકરણ કરે છે. આ વખતે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ફેલાઇ ત્યારે પણ સુરત દ્વારા જે રીતે આયોજનબધ્ધ કામગીરી થઈ એમાં લોકોને પણ આ વાતની અનુભુતિ થઇ.
સરદારધામની યુવા ટીમ GPBO, GPBS, યુવા તેજ તેજસ્વીની સંગઠન સુરતના સભ્યોએ પણ સુરતની તાસીર પ્રમાણે દરેક આફતોમાં પોતાની આગવી ભુમિકા ભજવીને કોરોનાકાળ દરમ્યાન સરાહનીય કામગીરી કરી છે. કોરોનાની પહેલી વેવમાં આ સભ્યો દ્વારા લોકો વચ્ચે જઈને અનાજ કીટ વિતરણ, ફુડ પેકેટ, જરૂરિયાતમંદ લોકોને નાણાંકીય મદદ, ST, રેલવેમાં વતન જતાં લોકો માટે નાસ્તાની વ્યવસ્થા પુરી પડાઇ હતી.
કોરોનાની બીજી લહેરમાં પણ આ સભ્યો દ્વારા ખુબ ઉમદા કામગીરી થઇ છે. યુવા તેજ કન્વીનર અભિનભાઇ કળથીયાનાં નેતૃત્વ હેઠળ લગભગ 40 જેટલાં સરદારધામના સભ્યોએ શ્રી સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરમાં સેવા આપી. GPBS કન્વીનર મનીષભાઈ કાપડિયા, GPBS સહ કન્વીનર ગણપતભાઈ ધામેલીયા, યુવતેજ દ. ગુજરાત કન્વીનર હિરેનભાઈ વાઘાણી, યુવાતેજ કન્વીનર સુરત ચેતનભાઈ મુલાણી, યુવાતેજ સહ કન્વીનર સુરત ભદ્રેશભાઈ સુતરિયાની સાથે પુરી ટીમનો સાથ સહકાર અદ્ભૂત હતો. આ સેન્ટર ટોટલ 37 દિવસ કાર્યરત રહ્યું. જેમાં ટોટલ 248 દર્દીઓએ સારવાર લીધી. આજનાં સમયમાં જ્યારે લોકો એકબીજા સાથે હાથ મિલાવતા પણ ડરે છે ત્યારે આ સભ્યો દ્વારા પોતાના સ્વાસ્થ્ય, પરિવાર અને સમયના ભોગે માનસિક રીતે ભાંગી પડેલા દર્દીઓની રાત-દિવસ ખડેપગે રહીને એક પરિવારના સભ્યની જેમ જ્ઞાતિ,જાતિ, વર્ગ ભુલી ફક્ત માનવતાવાદને ધ્યાનમાં રાખીને સેવા કરવામાં આવી હતી.
સરદારધામ દક્ષિણ ગુજરાત પાલક પ્રભારી વિપુલ સાચપરા અને યુવાતેજ અંતર્ગત શિક્ષણ સંસ્થા સંકલન સમિતિ કન્વીનર વિપુલભાઇ બુહા પણ સેવા સંસ્થા તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત સુરતના 14 જેટલાં આઇસોલશન સેન્ટર પર તેમજ વતનની વ્હારે અભિયાનમાં મુખ્ય સંકલનકર્તા હતા. આઇસોલેશન વોર્ડમાં આ સભ્યો દ્વારા ઓક્સીજન સાથેના બેડની વ્યવસ્થા, ડોક્ટરો સાથે સંકલન, દર્દીઓ ને તેમના સગાઓ સાથે સંકલન, નાસ્તા-પાણીની વ્યવસ્થા, એમ્યુલન્સમાં દર્દીઓને લાવવા-લઈ જવા, દર્દીઓને મોટીવેટ કરવા જેવી અનેક કામગીરી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં જ્યારે લોકો કોરોનાથી પીડાતા હતા ત્યારે પણ આ ગ્રુપ દ્વારા શ્રી મહેશભાઇ સવાણીનાં નેતૃત્વ હેઠળ વતનની વ્હારે 7 દિવસનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેમાં ટોટલ 500 ગાડીઓમાં સુરતના સભ્યો, ડોક્ટરો અને પેરા મેડીકલ સ્ટાફ સાથે સૌરાષ્ટ્ર રવાના થયા અને ત્યાંના ગામડે ગામડે ફરીને લોકોને સેવાઓ પુરી પાડી. તેવી જ રીતે તાઉતે વાવાઝોડા દરમ્યાન સૌરાષ્ટ્રના ગામડાઓ વીજળીવિહીન બન્યા ત્યારે પણ ટીમ ત્યાં જનરેટરો લઇને પહોચી ગઈ હતી.
સરદારધામના આ તમામ સભ્યોને તેમની કામગીરી બદલ અનેક સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..
13 comments
Comments are closed.