- ભાજપના એક કાર્યકરને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવ્યાના આરોપ
- અનેક વોર્ડના પ્રમુખ અને મંત્રી સહિતના રાજીનામાં
- સુરત અને સૌરાષ્ટ્રમાં અનેક રાજીનામાં પડવાની શક્યતા.
- સુરત ના મીનીબજાર વિસ્તાર માં ભેગા થઇ સામુહિક રાજીનામાં આપીય..
- એક પત્ર પર સહી કરીને સુરતના વોર્ડ નંબર ૨,૩,૪, ૬ ના પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે.
ભાજપના અમુક નેતાઓ પર આક્ષેપ કરીને કાર્યકરોનું આ નિવેદન ત્યારે આવ્યું છે જયારે સુરત રેંજ સાયબર ક્રાઈમે નીતેશ વાનાણી નામના ભાજપના કથિત સાયબર યોદ્ધા પર ગુનો નોંધીને ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જોકે આ તમામ કાર્યકરો માં એટલો ડર હતો કે નેતાનું નામ લેવાથી પણ ડરી રહ્યા હતા. આ પરથી જ અંદાજ આવી શકે કે કઈ હદે તેઓ કામ કરવા મજબુર થયા હશે.
આ ઘટના બાદ ભાજપના કાર્યકરો આજે સુરતના મીની બજાર ખાતે ભેગા થઈને સામુહિક રાજીનામાં આપ્યા હતા. અને સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યકર્તાઓનું કહેવું છે કે, “ભાજપ પરિવારના નીતેશ વાનાણી સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર થઇ રહ્યો છે અને અટકાયત કરવામાં આવી છે. કોઈ નેતાના ઇશારે સાયબર ક્રાઈમ દ્વારા ગેરકાયદેસર અટકાયત કરાઈ છે. અને કાર્યકર્તા પર કેસ કરાયો છે જેથી અમે રાજીનામાં આપીએ છીએ.” એક પત્ર પર સહી કરીને સુરતના વોર્ડ નંબર ૨,૩,૪, ૬ ના પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરોએ રાજીનામાં આપ્યા છે.
શું છે સમગ્ર ઘટના ?.
નીતેશ પર આરોપ છે કે તેણે અને તેના સાથીઓ 19 જેટલા ફેક આઈડી બનાવીને અલગ અલગ સમાજ અને ધર્મ વચ્ચે ઘર્ષણ થાય તેવી અને બિભત્સતા ફેલાય તેવી પોસ્ટ કરી છે.
હાલમાં ભાજપના અને નીતેશના સાથી કાર્યકરો કહી રહ્યા છે કે, કોરોના મહામારીમાં નીતેશ વાનાણીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરુધ્ધ હોસ્પીટલોમાં જગ્યાઓનો અભાવ, સારવાર, દવાઓ અને ઇન્જેક્શનોના અભાવ બાબતે કાન આમળ્યો હતો અને તેમજ હમણા ગયેલી સુરત મહાનગર પાલિકાની ચુંટણીઓમાં આયાતી ઉમેદવારોને થયેલ ટીકીટની ફાળવણી બાબતે અને ચુંટણી પ્રચારમાં થયેલા જાતીવાદ બાબતે સુરત શહેર ભાજપ અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા વિરુધ્ધ સોશીયલ મીડીયામાં બળાપો કાઢ્યો હતો. પણ તેનુ પરીણામ એવુ આવ્યુ કે નીતેશ વાનાણી સહિતના સોશીયલ મીડીયાના તેમના અન્ય સાથીઓ વિરુધ્ધ ગંભીર ગુનાની કલમ IPC કલમ ૧૨૦-બી જેવી ધણીબધી કલમો લગાડી રાજકીય નેતાઓ ના ઇશારે ગુનામાં ફસાવી દેવામાં આવ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે.