Abhayam News
AbhayamNews

Maja Ma Trailer::માધુરી દીક્ષિતનો ગુજરાતી અંદાજ જોરદાર છે Maja Maનું ટ્રેલર

માધુરી દીક્ષિત સ્ટારર પ્રાઇમ વીડિયોની આગામી ફિલ્મ ‘માજા મા’નું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે.બોલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતની અપકમિંગ ફિલ્મ મજા માં (Maja Ma) નું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે, જેમાં માધુરી અલગ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર પણ જોવા મળશે. 

Madhuri Dixit-Nene to feature in Amazon Original movie 'Maja Maa' - The  Hindu

માધુરી દીક્ષિતની (Madhuri Dixit) અપકમિંગ ફિલ્મ માજા માનું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં પહેલીવાર એક્ટ્રેસે એક માતાની ભૂમિકા ભજવી છે. લોકોને સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે.

હિન્દી સિનેમામાં આવી ઘણી ફિલ્મો બની છે, જેમાં પરિવારની અલગ અલગ સ્ટોરી બતાવવામાં આવી છે. લોકો આ ફિલ્મો સાથે કેટલીક હદ સુધી પોતાને ક્નેક્ટ પણ કરી શકે છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જેઓ વાસ્તવિક જીવન પર આધારિત આ સ્ટોરી પર પોતાના અભિનયની કુશળતાને નીચોવીને દર્શકોનું ખૂબ મનોરંજન કરે છે. આમાંથી એક નામ છે બોલિવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતનું (Madhuri Dixit). લાંબા સમય બાદ સિનેમા તરફ વળેલી એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. તો જાણો આ મજા માની  સ્ટોરી શું છે?

માતાના રોલમાં માધુરી દીક્ષિતે જીત્યા કરોડો દિલ, જોરદાર છે Maja Maનું ટ્રેલર  | The trailer of Madhuri Dixit upcoming film Maja Ma has been released |  TV9 Gujarati

માજા મા’નું ટ્રેલર રિલીઝ
માધુરી દીક્ષિત સ્ટારર પ્રાઇમ વીડિયોની આગામી ફિલ્મ ‘માજા મા’નું ટ્રેલર 22 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોઈને ખબર પડે છે કે આ ફિલ્મમાં અભિનેત્રીનો અલગ જ લુક જોવા મળશે. આ ફિલ્મમાં તે પલ્લવીનું પાત્ર ભજવી રહી છે, જે એક જટિલ, નીડર, ખુશખુશાલ અને સંપૂર્ણ ગુજરાતી મધ્યમ વર્ગની મહિલા છે, જે તેના નૃત્ય માટે ખૂબ પ્રખ્યાત છે.

તેમના પરિવારનું જીવન અશાંતિમાં ધકેલાઈ જાય છે જ્યારે તેમના પુત્ર તેજસની એક શ્રીમંત એનઆરઆઈ છોકરી સાથે સગાઈના પ્રસંગે પલ્લવી વિશેની અફવા ફેલાઈ જાય છે, જેના કારણે તેજસની સગાઈ અટકી જાય છે. હવે જોવાનું એ રહે છે કે પલ્લવી આ મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરે છે.

પરફેક્ટ ગુજરાતી માના રોલમાં માધુરી દીક્ષિતની પરફેક્ટ એક્ટિંગ, કોમેડી સાથે  ઈમોશનલ સંદેશ | trailor out of madhuri dixit's upcoming film Maja Ma

માધુરીની વાપસીથી ફેન્સ ખુશ
આ ફેમેલી ડ્રામા ફિલ્મ આનંદ તિવારીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં માધુરી સિવાય બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ચડ્ઢા, મલ્હાર ઠાકર અને નિનાદ કામત મુખ્ય ભૂમિકામાં છે.

આ ટ્રેલરને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ખાસ કર માધુરીના ફેન્સ ખુબ ખુશ છે. ડાન્સ ટ્રેલરના પાત્રમાં માધુરી ખુબ પસંદ આવી રહ્યાં છે. ફેન્સ ટ્રેલર પર અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે. ફેન્સ માધુરીને મોટા પડદા પર ફરીથી જોવા માટે ઉત્સાહિત છે. નોંધનીય છે કે મજામાં 6 ઓક્ટોબરથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. 

માધુરી ફરી આવી રહી છે દર્શકોને મળવા… રિલીઝ કરાયું 'મજા મા' ફિલ્મનું ટ્રેલર  | chitralekha

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

માધુરી દીક્ષિત માધુરી દીક્ષિતની ફિલ્મ ‘માજા મા’ એક જબરદસ્ત પારિવારિક અને મનોરંજનથી ભરપૂર ફિલ્મ બનવા જઈ રહી છે.

આ ફિલ્મ ભારતની પ્રથમ એમેઝોન ઓરિજિનલ મૂવી છે, જે 6ઠ્ઠી ઑક્ટોબરે પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે.જે 6 ઓક્ટોબરે થિયેટરોમાં દસ્તક આપવા જઈ રહી છે. માધુરી દીક્ષિતની કમબેક ફિલ્મ મજા માનું ડાયરેક્શન આનંદ તિવારીએ કર્યું છે. જ્યારે સુમિત બથેજાએ આ સ્ટોરીને ખૂબ જ ઉત્સાહથી લખી છે. લીઓ મીડિયા કલેક્ટિવ અને અમૃતપાલ સિંહ બિન્દ્રા દ્વારા નિર્મિત આ ફિલ્મ ભારત અને 240 દેશમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

Related posts

લોકસભાની VVIP બેઠકોનો ઓપિનિયન પોલ

Vivek Radadiya

ઇન્ડિયાફર્સ્ટ લાઇફ પ્રથમ ભારતીય જીવન વીમા કંપની બની

Vivek Radadiya

ગુજરાત બાદ ટાટા હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

Vivek Radadiya