સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં રાત્રી દરમ્યાન બન્યું હતું. કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગમાં ઝડપાયેલા બે યુવાનોને છોડાવવા માટે મધરાતે સલાબતપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે ફરજ પર હાજર પીએસઆઇ સી એચ પનારા ઉપર તેમણે દારૂ પીધો હોવાનો આક્ષેપ મુક્યો હતો. તેમજ સ્ટેટ કંટ્રોલ રૂમમાં આ અંગે ફરિયાદ કરી હતી. જેથી પીએસઆઇ સી એચ પનારાનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ટેસ્ટ નેગેટીવ આયો હતો. પોલીસે અસલમ સાયકલવાલા વિરૂદ્ધ કરફ્ય ભંગનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી લીધી હતી.
પીએસઆઇ પનારા:-
રાત્રે કરફ્યુ ભંગમાં બે વ્યક્તિને પોલીસ સ્ટેશન લવાયા ત્યારે તેમને છોડાવવા માટે અસલમ સાયકલવાલા કરફ્યુ ભંગ કરીને આવ્યા હતા. જેથી તેમના વિરૂધ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો..
અસલમ સાયકલવાલા:-
રાત્રે બે વ્યક્તિને પીએસાઇ પનારાએ બોલાવ્યા હતા તેઓ ક્યારેક એમને જવાનું કહેતા હતા તો ક્યારેક પાછા બોલાવતા હતા જેથી હું પોલીસ સ્ટેશન પર ગયો હતો. ત્યાં પનારા ફરજ દરમ્યાન દારૂ અથવા બીજા કોઇ નશામાં હોય એવું તેમનું શંકાસ્પદ વર્તન હતું અને મને આ અંગે શંકા જતા મેં રાત્રે 2.11 કલાકે સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી. પીએસઆઇને બ્રેથ એનાલાઇઝરથી તપાસવામાં આયા હતા વાસ્તવમાં તેમને સિવિલ હોસ્પિટલ લઇ જઇ બ્લડ સેમ્પલ લઇને તપાસ કરવાની જરૂર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..