ગુરુવારના રોજ ઈટલીની રાજધાની રોમથી અમૃતસર આવેલી ફ્લાઇટમાં 170 લોકો સવાર હતા, તેમાંથી 125 લોકો સંક્રમિત મળ્યા હતા, જ્યારે આજે ફરી એકવાર ઇટલીથી આવેલી ફ્લાઇટમાં 170 લોકો કોરોના પોઝિટિવ નિકળ્યા છે.
પંજાબના અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઇટલીથી આવેલી ફ્લાઇટમાં પેસેન્જરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા
અને પ્લેનમાં સવાર 285 લોકોમાંથી 170 લોકો કોરોના પોઝિટિવ નિકળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. નોઇસ એરલાઇનની ફ્લાઇટમાં આ બધા કેસ મળ્યા હતા અને બધાને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટિવ થયેલા કેસમાંથી 3,43,71,845 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 30,836 દર્દીઓ સાજા થયા છે.
આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.57% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 1,17,100 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસનું ભારણ હાલમાં 3,71,363 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 1.05% છે,
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…