Abhayam News
AbhayamSurat

સુરત: બ્રેઇન ડેડ મહિલાએ ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું

Surat: Brain dead woman donates lungs, kidneys, liver and eyes

સુરત: બ્રેઇન ડેડ મહિલાએ ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું સુરત: મૂળ લુંધીયા, તા. બગસરા જી. અમરેલી અને હાલ સરથાણા, સુરત મુકામે રહેતા રસીલાબેન 4 ડિસેમ્બરના રોજ સવારે 8.00 કલાકે નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે તેમને ખેંચ આવતા પરિવારજનો એ તેમને તાત્કાલિક INS હોસ્પિટલમાં ન્યુરોફીઝીશયન ડો. અનિરુધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

Surat: Brain dead woman donates lungs, kidneys, liver and eyes

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી રસીલાબેનના પતિ જીતુભાઈ, પુત્ર દિવ્યેશ, પુત્રી રુચિકા, દેરાણી વિલાસબેન તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. રસીલાબેનના પતિ જીતુભાઈ અને પુત્ર દિવ્યેશે જણાવ્યું કે, અમે વારંવાર વર્તમાનપત્રોમાં, સોશ્યલ મીડિયામાં અંગદાનના સમાચારો વાંચતા તેમજ જોતા હતા, ત્યારે અમને લાગતું હતું કે, અંગદાનનું કાર્ય ઈશ્વરીય કાર્ય છે. મારા પત્ની/મમ્મી બ્રેઈન ડેડ છે. શરીર રાખ જ થઈ જવાનું છે,

સુરત: બ્રેઇન ડેડ મહિલાએ ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાયું

Surat: Brain dead woman donates lungs, kidneys, liver and eyes

ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ જ ન હોઈ શકે, તેઓએ જણાવ્યું કે તેમના જેટલા પણ અંગોનું અંગોનું દાન થઈ શકતું હોય તેટલા બધા જ અંગોનું દાન આપ કરાવો. રસીલાબેનના પરિવારમાં પતિ જીતુભાઈ ઉ.વ. 53 અને પુત્ર દિવ્યેશ ઉ.વ 29 સારોલીમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવે છે. પુત્રી રુચિકા ઉ.વ 26 પરણિત છે.

Surat: Brain dead woman donates lungs, kidneys, liver and eyes

પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા લિવર અને કિડની અમદાવાદની IKDRC અને NOTTO દ્વારા ફેફસા ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. ફેફસાનું દાન ગુરગાઉ હરિયાણાની મેદાન્તા ધ મેડીસિટી હોસ્પિટલના ડો. હર્ષવર્ધન પુરી, ડો. મોહન વેંકટેશ, નેહા તીવારી, અજયકુમાર, રોશન સિંઘ અને તેમની ટીમે, લિવર અને કિડનીનું દાન અમદાવાદની IKDRCના ડો. સંદીપ કુમાર અને તેમની ટીમે સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

સુરત:-વરાછા પોલીસ સ્ટેશનના આ પોલીસ જવાનને ધન્ય છે…વાચો સમગ્ર કહાની…

Abhayam

ગીર જંગલના રક્ષકોની દયનીય સ્થિતી…

Abhayam

રાજસ્થાનમાં પણ સરકારનું ચિત્ર ક્લિયર

Vivek Radadiya