Abhayam News
AbhayamGujaratSurat

Surat: સુરતમાં 12મી ડિસે. યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર, SGCCI ખાતે થશે ભવ્ય આયોજન

12th Dec in Surat. A pre-vibrant seminar on Gems and Jewelery will be held

Surat: સુરતમાં 12મી ડિસે. યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર, SGCCI ખાતે થશે ભવ્ય આયોજન જરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં સંબોધન કરશે

12th Dec in Surat. A pre-vibrant seminar on Gems and Jewelery will be held

Pre Vibrant Seminar, Surat News: આગામી 12મી ડિસેમ્બરે સુરતમાં એક ભવ્ય સેમિનારનું આયોજન થઇ રહ્યું છે. સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે 12 ડિસેમ્બર, 2023ના રોજ જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે. પ્રી-વાઇબ્રન્ટ સેમિનારની થીમ ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસેન્સ ફોર રેડિઆન્ટ ભારત’ છે. ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં સંબોધન કરશે. 

10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે, 12 ડિસેમ્બર, 2023ના રોજ સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) ખાતે ‘જ્વેલરી, જેમસ્ટોન્સ એન્ડ ગુજરાત: રિનાઇસન્સ ફોર રેડિઆન્ટ ભારત’ ની થીમ પર જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે.

12th Dec in Surat. A pre-vibrant seminar on Gems and Jewelery will be held

ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમમાં સંબોધન કરશે. સેમિનારમાં ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.

પ્રિ-સમિટ સેમિનારની શરૂઆત એસોચેમ ગુજરાત કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકરના સ્વાગત પ્રવચન સાથે થશે. ત્યારબાદ ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી ઇકોસિસ્ટમ પર ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ રજૂ કરવામાં આવશે. તે પછી, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગપતિઓ કાર્યક્રમને સંબોધિત કરશે અને આ ક્ષેત્ર અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. 

આ સેમિનાર ‘વિકસિત ભારત @2047’ માટે ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની ભૂમિકાને સંકલિત કરવા માટે છે, જેમાં ત્રણ ટેક્નિકલ સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. પહેલા સત્રમાં ‘બિલ્ડીંગ બ્રિલિયન્સ: ગુજરાત્સ વિઝન ફોર 2047 એન્ડ બિયોન્ડ’ (પ્રતિભાઓનું નિર્માણ: 2047 અને તેથી આગળના ભવિષ્ય માટે ગુજરાતનું વિઝન) વિષય પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે, જેનું સંચાલન જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, ઇન્ડિયા (GIA ઇન્ડિયા) ના મેનેજિંગ ડિરેક્ટર (ભૂતપૂર્વ) નિરુપા ભટ કરશે.

12th Dec in Surat. A pre-vibrant seminar on Gems and Jewelery will be held

આ પેનલ ડિસ્કશનમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ચેરમેન અને સ્થાપક સેવંતીલાલ શાહ, વિનસ જ્વેલ્સના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ચિત્રા ગુપ્તા, ગુજરાતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકિયા, સુરત ડાયમંડ એસોસિએશન (SDA)ના વાઈસ પ્રેસિડેન્ટ ગૌરવ સેઠી, ડિઝાઇન એજ્યુકેટર અને કન્સલ્ટન્ટ શિમુલ વ્યાસ, અને ગુજરાતના ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિ. (IBJA)ના રાજ્ય પ્રમુખ નયનેશ પંચીગર ભાગ લેશે.

Surat: સુરતમાં 12મી ડિસે. યોજાશે જેમ્સ અને જ્વેલરી પર પ્રી-વાઇબ્રન્ટ સેમિનાર, SGCCI ખાતે થશે ભવ્ય આયોજન

બીજું સત્ર ‘રિડિફાઇનિંગ G&J: અ વિઝન ફોર ગુજરાત્સ ટેક પાવર્ડ ટ્રાન્સફોર્મેશન’ (જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને પુનઃવ્યાખ્યાયિત કરવું: ગુજરાતના ટેક્નોલોજી આધારિત પરિવર્તન માટેનું વિઝન) વિષય પર યોજાશે, જે આ ક્ષેત્રના વધુ વિકાસમાં ટેક્નોલોજીની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું સંચાલન  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈનના ડાયરેક્ટર પ્રવીણ નાહર કરશે. આ પેનલ ડિસ્કશનમાં સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયંતી સાવલિયા, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયા, રામ ક્રિષ્ના એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના મેનેજિંગ ડિરેક્ટર જયંતિ નારોલા, ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરીના સ્થાપક અને સીઈઓ કલ્પેશ દેસાઈ, સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને જેમ્સ એન્ડ જ્વેલરી સ્કિલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન આદિલ કોટવાલ ભાગ લેશે. 

12th Dec in Surat. A pre-vibrant seminar on Gems and Jewelery will be held

અંતમાં, ‘લેબ ગ્રોન ડાયમંડ્સ: અ વિઝનરી જર્ની ફોર ગુજરાત્સ નેક્સ્ટ’ (લેબોરેટરીમાં વિકસિત હીરા: ગુજરાતના ભવિષ્ય માટે એક દૂરંદેશીપૂર્ણ યાત્રા) ની થીમ પર આધારિત લેબોરેટરીમાં વિકસિત કરવામાં આવેલા હીરા અંગે એક સત્ર યોજવામાં આવશે, જેનું સંચાલન જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા, ઇન્ડિયા (GIA India) ના મેનેજિંગ ડિરેક્ટર (ભૂતપૂર્વ) નિરુપા ભટ કરશે. આ પેનલના સભ્યોમાં ગ્રીનલેબ ડાયમંડ્સના પાર્ટનર સ્મિત પટેલ, ભંડેરી લેબ ગ્રોન ડાયમંડ્સના સીઈઓ ડૉ. સ્નેહલ પટેલ, ALTR ક્રિએટેડ ડાયમંડ્સ એન્ડ J’EVAR ના સ્થાપક અમીશ શાહ, લાઇમલાઇટ લેબ ગ્રોન ડાયમંડ્સ ના મેનેજિંગ ડિરેક્ટર પૂજા શેઠ માધવન, ક્રાફ્ટ લેબગ્રોન ડાયમંડ્સના સ્થાપક હસુ ધોળકિયા અને લેક્સસ સોફ્ટમેકના એમડી અને ગ્રુપ સીઇઓ જનક મિસ્ત્રીનો સમાવેશ થાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

ભારતમાં મુસ્લિમોનું ભવિષ્ય શું? 

Vivek Radadiya

આણંદમાંથી ઝડપાયો પાકિસ્તાનનો જાસૂસ: 1999થી લાભશંકર બનીને ગુજરાતમાં રહેતો, ATSએ નજર રાખીને ઝડપ્યો તો થયો મોટો ખુલાસો

Vivek Radadiya

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujcat) માટેના ફોમ ભરવાની મુદ્દત લંબાવાઈ….

Abhayam