Abhayam News
AbhayamNews

સુરત:: ભાજપના TP ચેરમેને મહાનગર પાલિકાનો કિંમતી પ્લોટ પાણીના ભાવે અદ્દલ-બદલ કર્યો.

શહેરના ખુબ જાણીતા બિલ્ડર અને મોટા ગજાના સમાજસેવી તેમજ ભાજપના ખુબ નજીક ગણાતા લવજી બાદશાહના હિત ધરાવતા ટીપી 24 (મોટા વરાછા ઉત્રાણ) એફપી નં.130, સબ પ્લોટ નં. 4ની 3989 ચો.મીટર, 24 મીટરના લગડી જેવા ટીપી રોડ પર સ્થિત પ્લોટને અદલાબદલીથી એફપી નં. 33ની પૂર્વ બાજુ, મનપાના આર 7 (સેલેબલ ફોર કોમર્શિયલ)વાળી જગ્યામાં ફાળવવાનો નિર્ણય ટીપી કમિટી દ્વારા કરવામાં આવ્યો હતો. લવજી બાદશાહનું (Lavji Badshah) હિત ધરાવતા આ પ્લોટ 9 મીટરના ટીપી રોડ પર અદલાબદલીથી ફાળવી દેવામાં આવ્યો છે.

પ્રાથમિક દૃષ્ટિએ મહાનગરપાલિકાએ 9 મીટરના પ્લોટને બદલે 24 મીટર પહોળાઈ ધરાવતા રોડ પર રિઝર્વેશનવાળી જગ્યા પ્રાપ્ત થઈ છે. પરંતુ બિલ્ડર લવજી બાદશાહે સદર એફપી નં. 130ની બંને બાજુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસોનું નિર્માણ થતું હોવાથી રાજકીય સેટિંગ પાર પાડી આ પ્લોટ મનપાને પધરાવી દેવામાં આવ્યો છે અને તેના બદલે નદી કિનારે 9 મીટરના ટીપી રોડ પર 3441 ચો. મીટર જગ્યા મેળવી છે.

ટીપી કમિટીની બેઠકમાં સદર વેરીએશનને સરકારની મંજૂરી મળ્યા બાદ ફાઇનલ ટીપી સ્કીમમાં વેરીએશન કરવા એટલે કે ફર્સ્ટ વેરિડ કરવા રજૂ થયેલ દરખાસ્તને શાસકો સેટિંગમાં બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. જોકે વિપક્ષી સભ્યો દ્વારા આ દરખાસ્ત મંજૂરી સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ મહાનગરપાલિકાના હિતમાં દેખાતી આ દરખાસ્ત હકીકતમાં બિલ્ડર લવજી બાદશાહ એન્ડ કંપનીના જબરજસ્ત આર્થિક હિત માટે કરવામાં આવી છે. જ્યારે સામે ચૂંટણી એ ભાજપ શાસકોએ મોટો ખેલ આ પ્લોટ અદલા બદલીના કૌભાંડમાં પાર પાડ્યો હોવાની ચર્ચા મહાનગરપાલિકાના પરિસરમાં ચાલી રહી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્થળે 9 મીટરના ટીપી રોડ પર આર-7(સેલેબલ ફોર કોમર્શિયલ) વાળી જગ્યામાં બિલ્ડર લવજી બાદશાહ ને અદલા બદલીથી જમીન ફાળવણી કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે તો તે જમીનની પાછળ મહાનગરપાલિકાનો બાકીનો રિઝર્વેશન વાળો પ્લોટ સ્થિત છે. અદલા બદલી કરીને ફાળવેલી 3989 ચો. મીટર જગ્યા માંથી મહાનગરપાલિકા દ્વારા અનામત જગ્યામાં એન્ટ્રી માટે 9 મીટર નો રોડ સૂચિત કરી દેવામાં આવ્યો છે.

ભામાશા અને જિંદાદિલ તરીકે જાણીતા બિલ્ડર લવજી બાદશાહે બે શહેરી આવાસ યોજનાના પ્રોજેક્ટને કારણે કોડીની થઈ ગયેલી જમીનને શાસકો સાથેના સેટિંગમાં 9 મીટરના રસ્તા પર પ્લોટ મેળવી કરોડોનો ખેલ ખેલી નાખ્યો છે. જેને કારણે લવજી બાદશાહે અદલાબદલીથી મેળવેલ પ્લોટમાંથી જ 9 મીટર નો રસ્તો રિઝર્વેશન વાળા પ્લોટ માં એન્ટ્રી માટે આપવાની સંમતિ દર્શાવી છે. આ સંમતિને પગલે બિલ્ડરને અંદાજિત 500 ચોરસ મીટર જેટલો પ્લોટ ઓછો પ્રાપ્ત થાય છે.

Related posts

ઠંડીમાં કારને સ્ટાર્ટ કરતા પહેલા આટલી વાતનુ જરુર ધ્યાન રાખો

Vivek Radadiya

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા યોજાશે બદલી કેમ્પ

Vivek Radadiya

ભારતીય સરહદની 4 કિમીની અંદર સુધી એક્ટિવ પાકિસ્તાની મોબાઇલ નેટવર્ક..

Abhayam