Abhayam News
AbhayamGujaratNews

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે સુરત : આગામી પહેલી એપ્રિલથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈ યાત્રા મોંઘી થશે.ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોની વાર્ષિક અવર જવર 10 લાખને પાર પહોંચતા એએઆઇએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એરપોર્ટને કલસ્ટર-2માંથી કલસ્ટર-1માં મૂક્યું છે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ કલસ્ટર-1માં આવતા એરાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જરોની સાથે એરલાઇન્સોને અપાતી ફેસેલિટીઓના ચાર્જ વધાર્યા છે. આ વધારાના ચાર્જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ એરલાઇન્સો થકી પેસેન્જરો પાસેથી વસૂલાત કરશે.

સુરત : ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યા બાદ હવે હવાઈ યાત્રા મોંઘી થશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુઝર્સ ડેવલોપમેન્ટ ફીમાં વધારો કરાયો છે. આ ઉપરાંત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એવિએશન સિક્યુરિટી ફી, પેસેન્જર સર્વિસ ફી અને કોમન યુઝર ટર્મિનલ ઇક્યુમેન્ટ ફી પણ પેસેન્જરો પાસે વસૂલાશે. નાણાકિય વર્ષ 2020-21માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યુઝર્સ ડેવલોપમેંટ ફી રૂ. 100 વસૂલાતી હતી. જે હાલમાં નાણાકિય વર્ષ 2023-24માં રૂ. 175 વસૂલાઈ રહી છે તેમજ અગામી નાણાકિય વર્ષ 2024-25માં રૂ. 709 વસૂલાશે.

પેસેન્જર સર્વિસ ચાર્જ રૂ. 83, કોમન યુઝર ટર્મિનલ ફી રૂ. 50 અને એવિએશન સિક્યુરિટી ફી રૂ. 234 વસૂલાશે. આમ, પહેલી એપ્રિલ, 2024થી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ થનારી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટના એરફેરમાં રૂ. 550 સુધીનો વધારો દેખાશે. એરલાઇન્સો માર્ચ મહિનાના એન્ડિંગથી જ પોતાની સિસ્ટમમાં એરફેરમાં વધારો કરશે અને પેસેન્જરો તે ચૂકવવા પડશે.

ઉડાન યોજનાની ફ્લાઇટમાં એરફેરમાં ફેરફાર થશે?

એરા અનુસાર ઉડાન યોજના અંતર્ગત ચાલતી ફ્લાઇટોના એરફેરમાં કોઈ પણ પ્રકારનો વધારો થશે નહીં. સામાન્ય મુસાફરોને સસ્તા દરોમાં હવાઇ મુસા ફરી કરાવવાનો  સરકારનો પ્રયાસ છે. તે સાથે પ્રવાસન સ્થળોને પ્રોત્સાહન આપવા માટે સરકાર યોજના અમલમાં મૂકી રહી છે. આ યોજના સાથે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઓપરેટ કરાતી કિશનગઢ, બેલગામી અને દિવની ફ્લાઇટોના એરફેરમાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થશે. આ ઉપરાંત  અન્ય ખાનગી એરલાઇન્સથી ઓપરેટ થતી ફ્લાઇટોના એરફેરમાં રૂ. 550 સુધીનો વધારો જોવા મળશે.

સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યામાં  સતત વધારો થઇ રહ્યો છે

  • જાન્યુઆરી 99,655
  • ફેબ્રુઆરી 94,013
  • માર્ચ 1,12,883
  • એપ્રિલ 1,11,344
  • મે 1,24,914
  • જૂન 1,04,587
  • જૂલાઇ 94,544
  • ઓગસ્ટ 1,02,994
  • સપ્ટેમ્બર 1,04,721
  • ઓક્ટોબર 1,04,386

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

અયોધ્યાના રામ મંદિરમાં પૂજારી બનવાની તક, આ મોકો ચૂકશો નહીં!

Vivek Radadiya

હાર્દિક પટેલને કોર્ટે આ મુદ્દે આપી કાયદાકીય પરવાનગી મળી મોટી રાહત..

Abhayam

બ્રેકિંગ ન્યૂઝ : આંતકીઓના નિશાને ગુજરાત ! 

Vivek Radadiya