Abhayam News
AbhayamLife Style

શરદ પૂનમ આ રીતે બનાવો દૂધ પૌઆ, છૂટ્ટા અને મસ્ત બનશે

આ રીતે બનાવો દૂધ પૌઆ શરદ પૂનમના દિવસે દૂધ પૌઆ બનાવવાનું અનેરું મહત્વ રહેલું હોય છે. આ પૂનમે ખાસ કરીને મોટાભાગના લોકોના ઘરે દૂધ પૌઆ બનતા હોય છે. તો તમે પણ નોંધી લો આ રીત અને ઘરે બનાવો.  

આ રીતે બનાવો દૂધ પૌઆ

આજે શરદ પૂનમ. આજના દિવસે દૂધ પૌઆ ખાવાનું અનેરું મહત્વ રહેલું હોય છે. વર્ષમાં એક વાર આ દિવસે મોટાભાગના લોકોના ઘરે દૂધ પૌઆ બનાવવામાં આવે છે. આ હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. ચંદ્રની શીતળ ચાંદનીમાં દૂધ પૌઆ ખાવામાં આવે છે. આ શરીરમાં એક ઔષધિ જેવું કામ કરે છે. શરદ પૂનમનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું વૈજ્ઞાનિક મહત્વ અને કારણ પણ છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રમા મસ્ત ગોળમટોળ હોય છે. આ દિવસે ચંદ્રમાંથી નિકળતા શીતળ કિરણો હેલ્થ માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ વાત કરવામાં આવે તો દૂધ પૌઆ બનાવતી વખતે અનેક લોકોથી પૌઆ લોચા જેવી થઇ જાય છે. તો આજે અમે તમને પ્રોપર બનાવવાની રીત વિશે જણાવીશું. તમે આ રીતથી દૂધ પૌઆ બનાવશો તો મસ્ત બનશે અને પૌઆ લોચા જેવા નહીં થાય. આમ, પૌઆ છૂટ્ટા રહેશે.

સામગ્રી

એક લીટર ફૂલ ફેટ વાળુ દૂધ

એક કપ પૌઆ

સ્વાદાનુંસાર ખાંડ

કટ કરેલી બદામ

ટ કરેલા કાજુ

કટ કરેલા પિસ્તા

દ્રાક્ષ

ઇલાયચી પાવડર

બનાવવાની રીત

  • દૂધ પૌઆ બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરી લો.
  • આ દૂધનો ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દો અને દૂધને ઉકળવા દો. આમ કરવાથી મસ્ત મલાઇદાર દૂધ પૌઆ થાય છે.
  • દૂધ બરાબર ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખીને મિક્સ કરી લો.
  • ખાંડ નાખ્યા પછી દૂધને સતત હલાવતા રહો. આ સમયે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની નથી. ઘણાં લોકો ગોળ પણ નાખતા હોય છે. આમ, તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. ખાંડ નાખવાથી ટેસ્ટ વધારે સારો આવે છે.
  • ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો.
  • પૌઆને સાફ કરી લો.
  • પૌઆ સાફ થઇ જાય એટલે બે વાર પાણીથી ધોઇ લો.
  • ત્યારબાદ દૂધ નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ થઇ જાય એટલે પૌઆ નાખો અને હળવા હાથે મિક્સ કરી લો.
  • પછી આ દૂધમાં ઉપરથી બદામ, કાજુ અને પિસ્તાની કતરણ નાખો અને મિક્સ કરી લો.
  • તો તૈયાર છે દૂધ પૌઆ
  • ત્યારબાદ ધાબામાં મુકી દો.
  • રાત્રે 12 વાગે બધા સાથે બેસીને દૂધ પૌઆ ખાવાની મજા માણો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે

Related posts

રાજ્ય સરકારની વર્ગ-4ના કર્મચારીઓને મોટી ભેટ

Vivek Radadiya

બુમરાહ મુંબઈ માટે જ રમશે

Vivek Radadiya

બજેટ 2022: નાણા મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા આર્થિક સર્વેક્ષણની રજૂઆત….

Abhayam