Abhayam News
AbhayamGujaratPolitics

AAPના ધારાસભ્ય પદેથી વધુ બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી અટકળો

Speculations that two more AAP MLAs may resign

AAPના ધારાસભ્ય પદેથી વધુ બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી અટકળો MLA Sudhir Vaghani : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને એક મોટો ફટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. આ તરફ હવે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભૂપત ભાયાણી બાદ વધુ એક ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે, વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

Speculations that two more AAP MLAs may resign

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને એક મોટો ફટકો લાગ્યો છે. AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું આપી દીધું છે. આ તરફ હવે ફરી એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ભૂપત ભાયાણી બાદ વધુ 2 ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે. મહત્વનું છે કે, વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

AAPના ધારાસભ્ય પદેથી વધુ બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી અટકળો

 
સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

Speculations that two more AAP MLAs may resign

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે. જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…

Related posts

ઉમિયાધામનો સૌથી મોટો ઉત્સવ ઉજવાશે,74 હજાર વારમાં બનાવાશે સંકુલ..

Abhayam

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો બંધ થઈ જશે

Vivek Radadiya

રાત્રે સુતા પહેલા પીવું જોઇએ પાણી?

Vivek Radadiya