Abhayam News
AbhayamNews

સ્વીસ બેન્કોમાં ભારતીયોની કોરોના મહામારી વચ્ચે 2020માં જમા રાશિમાં થયો આટલો વધારો..

કોરોના મહામારીની શરૂઆતના વર્ષ 2020માં સ્વિત્ઝરલેન્ડની વિવિધ બેન્કમાં ભારતીય લોકો અને ફર્મો દ્વારા જમા ધનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2020માં આ વધીને 2.55 અબજ સ્વિસ ફ્રેંક (આશરે 20,700 કરોડ રૂપિયા) પહોચી ગયો હતો, જે છેલ્લા 13 વર્ષનો સૌથી ઉંચો સ્તર છે. વર્ષ 2019માં સ્વિસ બેન્કમાં ભારતીયોનો જમા ધન માત્ર 6,625 કરોડ રૂપિયા હતો. એટલે કે એક વર્ષમાં તેમાં ત્રણ ઘણાથી વધારાનો વધારો થયો છે.

આ પહેલા અત્યાર સુધીનો સૌથી રેકોર્ડ જમા વર્ષ 2006માં 6.5 અબજ ફ્રેંકની થઇ હતી પરંતુ તે બાદ તેમાં મોટાભાગના વર્ષોમાં ઘટાડો થયો હતો. વર્ષ 2018માં લાગુ એક સમજૂતિ અનુસાર ભારત અને સ્વિત્ઝરલેન્ડ એક બીજાના ટેક્સ સાથે જોડાયેલી જાણકારી શેર કરે છે. આ હેઠળ પ્રથમ વખત 2018માં સ્વિત્ઝરલેન્ડે ભારતીય નાગરિકોનો વિસ્તૃત નાણાકીય જાણકારી શેર કરી હતી.

એક રિપોર્ટ અનુસાર, આ આંકડામાં તે ભારતીય અથવા એનઆરઆઇની જમા રકમ સામેલ નથી જે કોઇ ત્રીજા દેશની સંસ્થા અથવા કંપની દ્વારા રકમ જમા કરે છે. આ પણ જરૂરી નથી કે આ કાળુ ધન હોય. કાળા ધન વિશે સ્વિત્ઝરલેન્ડ સરકાર અલગથી જાણકારી આપે છે.

આ પહેલા બે વર્ષમાં સ્વિસ બેન્કોમાં જમા ધન ઘટના લાગ્યુ હતું. ભારતીય લોકો અને ફર્મે આ ધન સ્વિસ બેન્કોમાં સીધા પોતાના ખાતા અથવા ભારત સ્થિત તેમની બ્રાંચ અને અન્ય નાણાકીય સંસ્થાઓના માધ્યમથી જમા કર્યા છે. સ્વિત્ઝરલેન્ડની કેન્દ્રીય બેન્કના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ગ્રાહક જમા ઘટી છે પરંતુ અન્ય સાધનોમાં રોકાણ દ્વારા આ બેન્કમાં ભારતીયોની રકમમાં ઝડપથી વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

સુરત ભાજપના ધારાસભ્યે કોવિડ ગાઇડલાઇનના ધાજગરા.

Abhayam

કચ્છથી ઝડપાયેલા 400 કરોડના ડ્રગ્સ મામલે મોટો ખુલાસો…

Abhayam

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જંત્રીના મુદ્દે આજે કલેકટર કોન્ફરન્સ

Vivek Radadiya