આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓને વેગવંતી બનાવવા વિશેષ પગલાં ભરાશે નર્મદા જિલ્લામાં કાર્યરત ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લામાં કાર્યરત ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓને વેગવંતી બનાવવા વિશેષ પગલાં ભરાશે
નેશનલ આયુષ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં ડિસ્ટ્રીકટ આયુષ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલા ૧૬ જેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ચાલતી કામગીરી તેમજ જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક આયોજન અંગે જિલ્લા આયુષ અધિકારી શ્રીમતી ડો. નેહા પરમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી પુરી પાડી હતી.
જિલ્લા આયુષ વિભાગ દ્વારા હાલ જિલ્લામાં થઈ રહેલી કામગીરીનું અવલોકન કરી જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આયુર્વેદ સાથે જોડાયેલી ચિકિત્સા પદ્ધતિઓને જિલ્લામાં વેગવાન બનાવવા ગ્રામિણ વિસ્તારોને મહત્વ આપવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. સાથોસાથ જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવતા હોય આયુર્વેદને પ્રોત્સાહિત કરતા એકમને વધુ સક્રિયતાથી આગળ ધપાવવા અને રાજપીપળાની ફાર્મસી જે રાજ્યભરમાં વિવિધ આયુર્વેદિક દવાઓ પુરી પાડવામાં આગ્રેસર છે તેને વધુ સઘન બનાવવાની દિશામાં કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુએ નર્મદા જિલ્લો બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો હોય સ્થાનિક લોકો આયુર્વેદને પણ પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે જિલ્લામાં આયુર્વેદને વધુમાં વધુ કેવી રીતે વિસ્તારી શકાય તે અંગે જરૂરી સૂચનો કર્યાં હતાં.
આ બેઠકમાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીના સભ્યોશ્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ આયુષ વિભાગના તબીબો અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા’ નો તાલુકા કક્ષાનો સમાપન કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લાના પ્રકૃતિના ખોળે વસેલું ઝરવાણી ગ્રામ પંચાયત ખાતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા’ નો તાલુકા કક્ષાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત રીતે સંકલ્પ રથ યાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી, ગ્રામજનોને ઘરબેઠા લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રા થકી મુખ્યત્વે આદિવાસી સમાજના ધ્યાને રાખીને એમનું જીવન ધોરણ ઉંચુ લાવવાના પ્રયાસો કરાયા છે અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે