સુરતના વરાછામાં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી માટેની ઝુંબેશ ચાલી હતી. તક્ષશિલા દુર્ઘટનાને બે વર્ષ થયાં છતાં હજી પણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા પુરતી જોવા મળતી નથી. મ્યુનિ.એ ખાસ ઝુંબેશ ચલાવીને સંખ્યાબંધ દુકાન, બિલ્ડીંગ સીલ કરી હતી. પરંતુ સમય જતાં આ ઝુંબેશ ધીમી પડી હતી જોકે, હાલમાં કોવિડ દરમિયાન ફરીથી હોસ્પિટલમાં આગની દુર્ઘટના થતાં મ્યુનિ.એ ફરી ઝુંબેશ શરૃ કરી છે. છેલ્લા ઘણાં વખતથી હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનું ચેકીંગ કરી રહી છે જેમાં ભોપાળા બહાર આવી રહ્યાં છે. સુરતમાં રવિવારે જુદા-જુદા વિસ્તારમાં 18 જેટલી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની ખામી હોવાથી હોસ્પિટલ સીલ કરી દેવામાં આવી છે જ્યારે બે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં પણ ફાયર સેફ્ટી ન હોવાથી 100 જેટલી દુકાનો સીલ કરી છે.
મ્યુનિ. કાર્યવાહી કરે પણ ફાયર સેફ્ટી માટે લેખીતમાં બાંહેધરી મળી જાય એટલે સીલ ખોલી છે પછી સુવિધા ઉભી થતી નથી
હોસ્પિટલમાં અનેક દુર્ઘટના છતાં ફાયર સેફ્ટીના ધાંધીયા
વરાછા એ ઝોન : મન્નત ચિલ્ડ્રન હોસ્પિટલ
વરાછા બી ઝોન : ચિરાયું મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, વિશ્વા હોસ્પિટલ અને મંત્રા હોસ્પિટલ
રાંદેર ઝોન : શ્રીનાથ એપાર્ટમેન્ટ રામનગર ચાર રસ્તા 78 દુકાન
લિંબાયત ઝોન: શ્રી સાઈ હોસ્પિટલ, સીટી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, એપેક્ષ હોસ્પિટલ અને કલ્પ હોસ્પિટલ
સેન્ટ્રલ ઝોન : કલ્યાણી ગુ્રપ ઓફ હોસ્પિટલ, નુપુર હોસ્પિટલ, ઋષી ચિલ્ડ્રન હોસ્પિટલ અને અભિષેક જનરલ હોસ્પિટલ
ઉધના ઝોન: શ્રી હરિ ચિલ્ડ્રન હોસ્પિટલ, પ્રિય હોસ્પિટલ, જીવન શક્તિ હોસ્પિટલ, શુભ હોસ્પિટલ અને તુલી હોસ્પિટલ
કતારગામ ઝોન: માન સરોવર કોમ્પ્લેક્ષમાં આવેલી 22 દુકાન
SMC . સીલીંગની કામગીરી કરે છે પરંતુ બાંહેધરી આપ્યા બાદ બે-ત્રણ દિવસમાં જ સીલ ખોલી દેવામાં આવશે પણ ત્યાર બાદ ફાયર સેફ્ટીની સુવિધા ઉભી થતી નથી, તેનું ચેકીગ કરતી ન હોવાથી ફાયર સેફ્ટીના અભાવે અકસ્માતની શક્યતા વધી રહી છે.
કયા ઝોનમાં કઇ હોસ્પિટલ અને દુકાન સીલ(સોર્સ:-ગુજરાત સમાચાર )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news સાથે.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે..