Abhayam News
AbhayamGujarat

લોકસભા ચૂંટણીની વચ્ચે સિક્કિમ બન્યો ચર્ચાનો વિષ્ય

Sikkim became a topic of discussion in the middle of the Lok Sabha elections

લોકસભા ચૂંટણીની વચ્ચે સિક્કિમ બન્યો ચર્ચાનો વિષ્ય દેશ લોકસભા ચૂંટણીની તરફ આગળ વધી રહ્યું છે અને રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ માહોલ ગરમ જોવા મળી રહ્યો છે તેવામાં સૌથી વધારે ચર્ચા સિક્કિમની થઈ રહી છે.  લક્ષ્ય છે ચીનની  સીમાથી લાગેલા આ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઊતારવો… ભાજપે સિક્કિમની એકમાત્ર રાજ્યસભા સીટ માટે દોરજી ત્શેરિંગ લેપ્ચાને ઉમેદવાર બનાવ્યું છે.  આખરે ભાજપ શું પ્લાન કરી રહી છે?

ભાજપનો એકપણ ધારાસભ્ય ચૂંટણી નથી જીત્યો
સિક્કિમમાં 2019ની ચૂંટણીમાં ભાજપ પોતાનું ખાતું પણ નહોતી ખોલી શકી. જે ક્ષેત્રની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો એક પણ ધારાસભ્ય નહોતો તે ક્ષેત્રમાં પણ પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર ઊતાર્યો છે. પણ આ પાછળ ભાજપ પ્લાન શું કરી રહી છે?

લોકસભા ચૂંટણીની વચ્ચે સિક્કિમ બન્યો ચર્ચાનો વિષ્ય

PS ગોલે ઋણ ચૂકવશે?
ગતચૂંટણીમાં PS ગોલેએ ભાજપની  રાજ્યસભાની સીટ છોડી દીધી હતી. આ નિર્ણયને ગોલેની અયોગ્યતા સાથે પણ જોડવામાં આવ્યું હતું. થોડા વર્ષો પહેલાં ગોલે ભ્રષ્ટાચારનાં મામલામાં દોષી કરાર થયાં હતાં અને કોર્ટે તેમને સજા સંભળાવી હતી. પીએસ ગોલે સજા કાપીને 10 ઑગસ્ટ 2019નાં જેલથી છૂટ્યાં હતાં. નિયમોનુસાર ભ્રષ્ટાચારનાં કોઈપણ મામલામાં દોષીત જાહેર થવા પર સંબંધિત નેતા જેલથી બહાર આવ્યા બાદ 6 મહિના સુધી કોઈ ચૂંટણી લડી શકતાં નથી અને આ જ કારણે PS ગોલે 2019ની વિધાનસભા ચૂંટણીમાં ન ઊતરી શક્યાં. જો કે ચૂંટણીમાં SKMની જીત થયા બાદ વિધાયકદળની બેઠકમાં ગોલેને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યું અને તેઓ CM બની ગયાં. 

CM બન્યાં બાદ PS GOLEY ઓક્ટોબર 2019ની પેટાચૂંટણી જીતીને વિધાનસભા સદસ્ય બન્યાં. કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપનાં સહયોગથી ગોલેની સીટ બચી હતી. પણ હવે તેમના દ્વારા રાજ્યસભાની સીટ છોડવું એ એ જ ઋણ ચૂકવવાનો પ્રયાસ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે

Related posts

યુરોપના 30 દેશોમાંથી 20 અનલોક આગામી સપ્તાહ સુધીમાં મોટાભાગના પ્રતિબંધો દૂર થશે…

Abhayam

Metaverse ગેમમાં 16 વર્ષની છોકરી સાથે સામુહિક દુષ્કર્મ

Vivek Radadiya

શું છે ડાર્ક પેટર્ન સ્કેમ

Vivek Radadiya