- વિદેશ-યુએસ જવા માટે ઈચ્છુક નાગરિકો પાસેથી વ્યક્તિ દીઠ 60થી 65 લાખ જ્યારે 3 જણનું ફેમિલી હોય તો ફેમિલીદીઠ આશરે 1.20 કરોડથી 1.30 કરોડની રકમ લેવામાં આવતી
- એજન્ટ્સ વ્યક્તિની ભારતમાં ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપવાથી લઈને યુએસએ-વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવા સુધીની જવાબદારી લેતા
- વિદેશ જવા ઈચ્છુકને નાઈજેરીયાથી મેક્સિકોના ઓન અરાઈવલ વીઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ ખાતેના રેફ્યુઝી કેમ્પમાં મોકલીને હંગામી અમેરિકન સિટિઝનશિપ કરાવી આપવાની યોજના હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કબૂતરબાજીના વધુ એક કેસમાં 4 એજન્ટ્સની ધરપકડ કરી છે. આરોપીઓ પૈકીના હરેશ અને હાર્દિક છેલ્લા 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકેનુ કામ કરતા હતા અને આજ સુધીમાં તેમણે ત્રીસેક જેટલા ભારતીયા નાગરિકોને પાસપોર્ટ અને વીઝા કઢાવી આપીને વિદેશ મોકલી આપેલ છે.તેમજ આરોપી રાજુભાઈ પ્રજાપતી અને શિલ્પાબેનને યુએસ જવુ હોવાથી તેમણે આરોપી હરેશ અને હાર્દિકનો સંપર્ક કરેલો.
રાજુભાઈ અને શિલ્પાબેન સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગ્રુપની રીતે વીઝા પ્રોસીઝર કરવા માટે ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને શિલ્પાબેનને રાજુભાઈના પત્ની કામીનીબેન પટેલ તરીકે દર્શાવેલા.
સમાં સંડોવાયેલા હરેશ, હાર્દિક અને પાસપોર્ટ એજન્ટ રજત ચાવડા તેમની ઉપરના દિલ્હી સ્થિત એજન્ટ મારફતે સમગ્ર નેટવર્ક ચલાવતા હતા. તેમાં વિદેશ-યુએસ જવા માટે ઈચ્છુક નાગરિકો પાસેથી વ્યક્તિ દીઠ 60થી 65 લાખ જ્યારે 3 જણનું ફેમિલી હોય તો ફેમિલીદીઠ આશરે 1.20 કરોડથી 1.30 કરોડની રકમ લેવામાં આવતી હતી.
તેના આધાર પર તેમને બંનેને નાઈજેરીયાના વીઝા માટે દિલ્હી લઈ જઈને વીઝા એપ્લાય કરાવેલું. તેમના નાઈજેરીયાથી મેક્સિકોના ઓન અરાઈવલ વીઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ ખાતેના રેફ્યુઝી કેમ્પમાં મોકલીને હંગામી અમેરિકન સિટિઝનશિપ કરાવી આપવાની ફિરાકમાં હતા.
એજન્ટ્સ વ્યક્તિની ભારતમાં ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવી આપવાથી લઈને યુએસએ-વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવા સુધીની જવાબદારી લેતા હતા અને સંપૂર્ણ કામ થયા બાદ જ પેમેન્ટની ચુકવણી થતી હતી. હાલ આ કેસ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કેસની વિગતો પ્રમાણે ગત તા. 09/02/2022ના રોજ ગુપ્ત ઈનપુટ મળેલ કે પ્રજાપતિ રાજુભાઈ બેચરભાઈ, રહે. વડસમા, જીલ્લો મહેસાણા તથા પટેલ શિલ્પાબેન રમેશભાઈ રહે. અંબિકા નગર સોસાયટી કડી મહેસાણાવાળાઓએ વિદેશ સ્થાયી થવા સારૂ ડુપ્લીકેટ પાસપોર્ટ કઢાવેલ છે. આ વિદેશ સ્થાયી થવાના સમગ્ર રેકેટમાં મહેસાણા ખાતેના લોક્લ એજન્ટ હરેશ અંબારામ પટેલ તથા હાર્દિક હરેશભાઈ પટેલ રહે. જોરણાંગ, મહેસાણાવાળાનાઓએ પોતાની ઉપરના દિલ્હી સ્થિત એજન્ટ તથા અન્ય અમદાવાદ સ્થિત એજન્ટ મારફતે પ્રજાપતી રાજુભાઈ બેચરભાઈ કે જેઓ ઓરીજીનલ પાસપોર્ટ ધરાવતા હોવા છતાં તેઓને રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના વ્યક્તિ તરીકે દર્શાવી આ નામના ખોટા આઈ.ડી. પ્રુફના આધારે તેઓનો બીજો ખોટો પાસપોર્ટ ઈસ્યુ કરાવેલ, જ્યારે શિલ્પાબેનનો પણ અન્ય નામથી ખોટો પાસપોર્ટ ઈસ્યુ કરાવેલ.
જે ઈનપુટની ગંભીર નોંધ લઈ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમ વીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય આર. મંડલીકે આ ઈનપુટના આધારે તપાસ કરી કાયદેસરની કાયટવાહી કરવા સુચના આપી હતી.
તેના અનુસંધાને પો. ઈન્સ. જે.એન. ચાવડા, પો.સ.ઈ. ડી.બી. ઠાકોર, હે.કો. પરીમલ હસમુખભાઈએ ટેક્નિકલ રીસોર્સીસ તેમજ હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તથા પાસપોર્ટ માટે રજુ થયેલા પુરાવા અંગેના દસ્તાવેજો પાસપોર્ટ અધિકારી અમદાવાદ શહેર તરફથી માહિતી મંગાવી તપાસ કરતાં પ્રજાપતી રાજુ બેચરભાઈ તથા રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના પાસપોર્ટ બનાવવા સારૂ રજુ થયેલ આધાર કાર્ડના નંબર એક જ હતા પરંતુ સરનામુ તથા જન્મ તારીખ અલગ અલગ દર્શાવેલહોવાનુ જણાઈ આવેલ. રજુ થયેલ પાનકાર્ડ એક જ વ્યક્તિના ફોટોગ્રાફ વાળા અલગ અલગ નામવાળા હોવાથી આ તમામ દસ્તાવેજો બોગસ હોવાનુ જણાઈ આવતા ઉપરોક્ત આરોપીઓ વિરૂદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ઈપીકોની વિવિધ કલમ તથા ભારતીય પાસપોર્ટ ધારા કલમ 12 અંતર્ગત ફરિયાદ કરવામાં આવેલ.
આ કેસમાં પ્રજાપતી રાજુભાઈ બેચરભાઈ, હરેશ અંબારામ પટેલ, હાર્દિક હરેશભાઈ પટેલ તથા રજત ચાવડાની ધરપકડ કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
તમે અમને Whatsapp , Facebook , instagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news સાથે…