Abhayam News
AbhayamNews

દિલ્હીની જેમ ગુજરાત સરકારમાં પણ ફેરબદલના સંકેત? જાણો આ મંત્રીઓની વિદાય થઈ શકે છે…

મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા સેવાઈ રહી છે. જે મંત્રીઓની કામગીરી નબળી છે તેમજ જે મંત્રીઓ વિવાદમાં ઘેરાયા છે. તેમને વિદાય આપવામાં આવી શકે છે.

મોદી સરકારના કેબીનેટ મંત્રીમંડળમાં ફેરફાર બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 10 જુલાઈએ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેમના પ્રવાસ બાદ ગુજરાત સરકાર તેમના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે.

ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા…..

સૂત્રો દ્વારા પ્રાપ્તિ થતી માહિતી અનુસાર ગુજરાત સરકાર જે ફેરફાર કરવાની છે. તે ફેરફારમાં જે મંત્રીઓ હાલ નબળી કામગીરી કરી રહ્યા છે તે મંત્રીઓને પડતા મુકવામાં આવશે. સાથેજ નવા ઘણા ચહેરાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે. જોકે કયા મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તે મામલે હજું સુધી કોઈ ચોક્કસ માહિતી સામે નથી આવી…


નબળી કામગીરી વાળા મંત્રીઓનું પત્તુ કટ થશે…

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ભાજપ સામે આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર છે. જ્યારે દર વખતે માત્ર કોંગ્રેસ તેમના માટે પડકાર હતો. પરંતુ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેને અનુલક્ષીને મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે.


2022ની ચૂંટણીને અનુલક્ષીને થશે મોટા ફેરફાર…..

આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવાના છે. તેઓ આગામી ચૂંટણીને લઈને રણનીતી ઘડી શકે છે. જેથી તેમના પ્રવાસ બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. આ ફેરફારમાં ખાસ કરીને જે મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા છે તે મંત્રીઓને પડતા મુકવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Abhayam news  સાથે.

વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

તમે અમને Whatsapp , Facebook , instagram અને  Youtube  પર પણ લાઇક અને ફોલો કરી જોડાઓ Abhayam news  સાથે…

Related posts

પૃથ્વીથી ચંદ્ર સુધીની ચંદ્રયાનની સફર નિહાળો જૂનાગઢમાં

Vivek Radadiya

VNSGU ની PG અને UG ની ઓફલાઇન પરીક્ષાઓ જાણો ક્યારે યોજાશે ?

Abhayam

જેરામ પટેલ મુદ્દે પાટીદાર આગેવાનોમાં ડખો

Vivek Radadiya